યામિની વ્યાસ ની રચના

Leave a comment

by | જૂન 12, 2026 · 11:32 પી એમ(pm)

યામિની વ્યાસ ની ગઝલ રચના…

Leave a comment

by | જૂન 12, 2026 · 5:21 એ એમ (am)

યામિની વ્યાસ ની ગઝલ રચના

image.png

Leave a comment

Filed under Uncategorized

Happy 66th birthday Yamini

A 66th birthday represents a unique milestone—it bridges the peak working years with true retirement. It symbolizes a transition into the “sweet spot” of adulthood: old enough to have gained deep life wisdom and experience, yet young and active enough to enjoy new hobbies, travel, and personal freedom.

નોકરી સાથે લેખન કરતાં યામિની બહેન એટલે પ્રતિભાશાળી વ્યક્તિત્વ. નાટકો, કવિતાઓ, વાર્તાઓ..એમ બહુવિધ સાહિત્યપ્રકારમાં તેઓની હથોટી છે. યામિની બેન ને ગરબા હોય કે રંગોળી કે પછી રસોઈ એમ બધામાં એટલો જ રસ. વળી દૈનિક કામમાંથી પણ સરસ વિષય લઈને સર્જન  કરી જાણે છે.યામિની બહેન પાસેથી આપણને ‘ફૂલ પણ ઝાકળના પત્રો’, ‘મિલીના ઘર તરફ’, ‘પાંપણને પડછાયે’ જેવા સંગ્રહો તો મળ્યા જ છે સાથે અનેક સામયિકો, દૈનિકોમાં એમનું સર્જન વાચકો માટે છપાતું રહે છે. આવો, આજે યામિની વ્યાસ ની કેટલીક ગઝલ રચનાઓ વાંચીએ અને વહેંચીએ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ધ પ્લેગ’ મૂળ લેખક : આલ્બર્ટ કામુ , રજૂઆત : પરેશ વ્યાસ

કોરોના લોકડા ઉન સમયે વાંચવાનુ ગમે તેવું પ્લેગ મહામારીનુ વાસ્તવિક ચિત્ર પ્લેગ અનુવાદ પરેશ વ્યાસ

Thinking Activity : Plague – Epidemic Literature Courtesy Pina Gondaliya

The COVID19 epidemic is going to affect all walks of our lives. Our creative and critical abilities will forever be governed by corona virus pandemic. It is going to open those areas in creating writing and critical reading of literature which were rather not thought as we were in amnesia of pandemic. We may see seminars and conferences on ‘Literature and Epidemics’.

Albert Camus’s ‘The Plague’ is one literature text which was the most talked about globally in recent times. As a student of literature we shall know about this novel and what happens in history. There are many quation in my mind that , how this desis is happens ? What is reason behind it? What can people do in this situation?

There is old sentence : “History repeats”. I came to know about this novel during the days of pandemic Covid-19 if you change the ‘Plague’ with “Covide 19″ Corona virus it’s seems you are reading tweets. This book is alive today and word describes it:” masterpiece”.

આલ્બર્ટ કામુ ની નવલકથા ” ધ પ્લેગ” નુ ગુજરાતી ટ્રાનસલેશન પરેશ વ્યાસે ગુજરાતી સમાચાર પત્રમાં ખુબ સરસ રીતે આલેખ્યુ છે. જેમા તે શરુઆતમા જ કહે છે કે, જ્યારે જ્યારે મહામારી શરુ થાય છે ત્યારે ત્યારે એના એંધાણ જરૂર આપે છે.પણ આપણે શાહમૃગ છીએ. કોઈ પણ સ્થિતિ વિશે ગંભીરતાથી વિચારતા નથી. શરૂ શરૂ મા મોઢુ સંતાડી દેવું આપણી તાસીર બની જાય છે. આવશે પણ આપણા સુધી નહિ આવે. અને પડશે એવી દેવાશે એ વિચારસરણીથી આપણી દેવાય જાય છે.

History many time repeats its aware us but people ignore it then this situation is grown and became a dangerous disease.

The Plague – Albert Camus

The Plague (French: La Peste) is a novel by Albert Camus, published in 1947, that tells the story of a plague sweeping the French Algerian city of Oran. It asks a number of questions relating to the nature of destiny and the human condition. The characters in the book, ranging from doctors to vacationers to fugitives, all help to show the effects the plague has on a populace. The novel is believed to be based on the cholera epidemic that killed a large proportion of Oran’s population in 1849 following French colonization, but the novel is set in the 1940s. Oran and its surroundings were struck by disease several times before Camus published his novel. According to a research report by the Centers for Disease Control and Prevention, Oran was decimated by the plague in 1556 and 1678, but all later outbreaks, in 1921 (185 cases), 1931 (76 cases), and 1944 (95 cases), were very far from the scale of the epidemic described in the novel.

1. Humanity – human self-centeredness VS human sacrifice

This is very interesting question about humanity. During this very dangerous disease Corona virus what can people do?. We can see that many people like doctors, scientist, police, sweepers and many other people fight against dangerous disease day to night for save humans life. In the novel of The Plague, Albert Camus said that there are many people sacrifice their lives for fight against Plague for save humans lives like doctor Bernard Rieux who sacrificed their lives for save Human from this disease. But other hand we can see that doctor Barnard many times told government about this diseases but government doesn’t take it seriously they told that, થોભો અને રાહ જુઓ. But doctor Barnard knows that this is not simple disease but lack of awareness of government it’s spread uncontrollably animals to man.Stupidity of people during COVID 19 Corona Virus.

We can see in this picture that many peoples like doctors, police, sweeper and many other fight against Corona Virus for save human’s life. But other hand we can see that because of stupidity of people’s situation became very critical.

Corona Virus Plate clapping campaign amid public curfew viral on social meadia, question arose. Amidst the growing havoc of the Corona virus, where the enthusiasm was seen on March 22 for Prime Minister Narendra Modi’s appeal of the public curfew. In fact appeal of janata Curfew was due to people doing social distancing at home and increasing the enthusiasm of people to deal with global epidemic like Corona. But some people took to the street in Delhi, Indore, Ahmadabad and other parts of the country and made fun of camping by taking the crowd, they have also became a character of laughter. We can see here stupidity of peoples and situation become very critical.

2. Science VS Religion -the question of God and religion in times of epidemic and calormities.

This is very interesting debate running ever never end. In this pandemic situation this debate became very serious. We can see that how people connect this situation with religion. In the novel The Plague we can see the debate between religoun vs science, debate between Priest and Dr.Bernard Rieux. In his novel Camus said that A catholic priest called Panel ohh he gives a sermon to the city in the cathedral of the main squar and seeks to explain The Plague as God’s punishment for depravity. But can whoes here doctor who loathes this approach the plague is not a punishment for anything deserved that would be to imagine that the universe was moral or had some sort of design to it but doctor vo watched a young innocent child die in his hospital and he knows better suffering entirely randomly distributed it makes no sense it . It is no ethical force it is simply absurd.

Power politics – Fascist forces of 1940s vs Surveillance society of 2020s.

Power and politics its happens everywhere. In the novel The Plague Albert Camus said that Dr. Bernard comes to know about this disease and he many times awakes government but government doesn’t take it serious. They say that થોભો અને રાહ જુઓ. why they give this kind of answer? anything politics behind it? Dr. many times told that this disease but they doesn’t take it serious and situation became uncontrolled. Disease spread uncontrollably animals to humans.

Now the days the dangerous virus Corona spread uncontrollably in the world.

કાલે જ્યાં મડદાનો ધુમાડો હતો , ત્યાં પ્લેગ પછી આતશભાજીનો ધુમાડો હતો

– પ્લેગનો કહેર એની ટોચ ઉપર હોય તો એ મૃત્યુ સ્વીકારી લેવાતું હોય છે

– ‘ધ પ્લેગ’ : ૧૦ : મૂળ લેખક : આલ્બર્ટ કામુ , રજૂઆત : પરેશ વ્યાસ

પ્લેગ હવે પાછો વળી રહ્યો છે. એની પહેલી નિશાની છતાં ઓરાનવાસીઓએ એ વાતને તાત્કાલિક વધાવી લીધી નહોતી. આશા એટલી તો સૂકાઈને સરોડું થઈ ગઈ હતી કે અચાનક આવી પડેલી ખુશીનો બોજ એ સહન કરી શકે તેમ નહોતી. થોડો ડર અને સાવધાનીની મદદથી આશાને મજબૂત કરવી પડે તેમ હતી.મૃત્યુ હજી થઈ રહ્યાં હતા પણ ઓરાનવાસીઓ એ વાતને હેતુપૂર્વક અવગણીને નવી આશાનું સીંચન કરી રહ્યાં હતા. તમે પ્લેગનો પહેલો શિકાર હો અથવા તો તમે ત્યારે મરો જ્યારે પ્લેગનો કહેર એની ટોચ ઉપર હોય તો એ મૃત્યુ સ્વીકારી લેવાતું હોય છે. પણ જ્યારે આઝાદી અને જીત સામે દેખાય છે ત્યારે કોઈ એકનું પણ મૃત્યુ થાય તો એ અત્યાચારનો અતિરેક જ લાગે.

ભૂરું શિયાળું આકાશ કોઈ નવાં ભવિષ્યની ઉમેદ લઈને આવે છે. અલબત્ત એ પણ એટલું જ સાચું છે કે પ્લેગ જો હજી ય પૂરજોશમાં ચાલુ હોત આ જ આકાશ લોકોની ઠેકડી ઊડાડતો હોય એમ લાગત. ડો. કાસ્ટેલનું સીરમ અસરકારક સાબિત થયું અને અચાનક સમગ્ર સૃષ્ટિ ગભત રીતે સ્વીકાર્ય લાગવા લાગી હતી. સૃષ્ટિ હવે સર્વશક્તિમાન કે ઉદાસીન હોય, એવું લાગતું નહોતું.

ડો. રિક્સ નોંધે છે કે હજી ય ઓરાનમાંથી ભાગી છૂટવાનાં અવિચારી પ્રયત્નો થતાં રહેતા. ઓરાનની સ્થિતિ હતી જ એક જેલ જેવી અને સજા પૂરી થવાનાં થોડાં અઠવાડિયાં બાકી હોય ત્યારે પણ ભાગવાનું પ્રલોભન થતું રહે છે, જ્યાં સુધી સામાન્ય સમજણ પ્રમાણેની વાસ્તવિક સ્થિતિ સમજાય નહીં ત્યાં સુધી. પ્લેગ આવ્યો અને આવીને શીખવાડી ગયો માણસને પોતાનાં જીવનું મૂલ્ય. ડો. રિક્સ પહેલાં ઓરાનને શાપિત ટાપુ કહેતા, હવે ઓરાન બચી ગયેલાં લોકોને લઇ જતું જહાજ હતું. એક એવો સમય હતો જ્યારે લોકો અંતહીન આતંકથી ભયભીત હતા. હવે તેઓ સમયનાં એ જ દરિયામાં પોતાનાં જહાજને લઈને જીંદગીની સફર ખેડવા તૈયાર હતા.

કોટાર્ડ કે જે ઊલટાં ધંધા કરતો હતો, એને ઓરાનની નોર્મલ સ્થિતિ ગમી નહોતી. એને લાગતું કે હવે જ્યારે શહેરનાં દરવાજા ખુલશે ત્યારે ભૂતકાળમાં એણે કરેલાં ગુનાઓ બદલ એની ધરપકડ થશે. હવે જ્યારે લોકો બહાર આવવા લાગ્યા હતા ત્યારે એ પોતાનાં ઘરમાં રહેવાનું ઠીક સમજતો હતો.

નવજીવન એટલે શું? ટરાઉ એને નવી ફિલ્મ સાથે સરખાવે છે. ફિલ્મ એક છેતરામણો આભાસ છે. બે કલાક માટે લોકો કોઈ બીજાની જિંદગી જીવશે. ચાલશે, હરશે ફરશે, ગીતો ગાશે, રોમાન્સ કરશે કે પછી સીક્રેટ સવસ એજન્ટ બનીને કારનામા કરશે. બે કલાક જુદી રીતે જીવશે. નક્કી સમયે એ આભાસ ખતમ થઈ જશે. શહેરનાં દરવાજા ખૂલશે ત્યારે પ્લેગ પહેલાં હતી એવી સઘળી વસ્તુઓ હશે. તેમ છતાં એ ય ફિલ્મ જેવો છેતરામણો આભાસ હશે. દરેક ઓરાનવાસીનાં પોતાનાં હૃદય ઉપર ઓછાં વત્તા પ્રમાણમાં જખમોની નિશાનીઓ હશે.

કોટાર્ડ ગાયબ થઈ જાય છે. રાત્રે ભાગી જાય છે એ જાણવાં છતાં કે ભાગવું હવે વ્યર્થ છે. ટરાઉની ડાયરીની નોંધ પૂરી થાય છે. ડો. રિક્સને ખ્યાલ આવી જાય છે કે આ અંત છે. ટરાઉને પ્લેગનો ચેપ લાગે છે. એનાં શરીરમાં રોગનાં લક્ષણો જોવા મળે છે.

ડો. રિક્સ ઓરાનવાસીઓની માફક થોડાં હળવાં જરૂર થાય છે. નવી શરૂઆત અને પત્નીને મળી શકવાની સંભવિત સ્થિતિ. પણ વિચાર કે વિવેક વિનાની સ્થિતિનું હોવાપણું (એબ્સડટી) હજી ચાલુ છે. ટરાઉની બીમારી, એનું માથું સખત દુ:ખવું,એને સતત તરસ લાગવી વગેરે ચેતવણી હતી કે એનું બચવું મુશ્કેલ હતું. સામાન્ય રીતે આવા પેશન્ટને આઇસોલેશનમાં રાખવામાં આવતા હોય છે. પણ ડો. રિક્સ ટરાઉને પોતાનાં રૂમમાં જ રાખે છે. અંગત દેખરેખ છતાં ટરાઉ મૃત્યુ પામે છે પણ એ જે અન્યોને કહેતો કે- જિંદગી એટલે કાતિલ મહામારી સામેની માનવજાતની બહાદૂરીભરી મૂક લડત-એ વાતનો પોતે અમલ કરે છે.એણે એની પીડા છતી નહોતી કરી. શાંતિથી સહન કરી હતી. ડો. રિક્સ નોંધે છે કે આ રાત હવે પ્લેગમુક્ત શહેરની હવા લઈને આવી છે પણ ટરાઉ પ્લેગનો છેલ્લો શિકાર થાય એ પણ દર્શાવે છે કે પ્લેગ હોય ત્યારે જિંદગી એબ્સર્ડ છે.મૃત્યુ સામેની લડતમાં ડો. રિક્સને પોતાની નાકામિયાબીનો ફરી એકવાર અહેસાસ થાય છે. એ ય આખરે તો માણસ છે. ટરાઉનું મૃત્યુ એને ઉદાસ કરી જાય છે.

શહેર હવે ખુલ્લું મુકવામાં આવે છે. નવા અને જૂના ચહેરાં હવે રેલ્વેસ્ટેશનમાં જતાં અને આવતાં દેખાય છે. પોતાનાં લોકોને મળવાનો આનંદ અનેરો હોય છે. પ્લેગ પહેલાંની સ્થિતિ એવી હતી કે લોકો માત્ર ભાગતા ને દોડતા રહેતાં. જીવનને જીવી લેવાની, માણી લેવાનીઈચ્છાની કમી હતી, જેનો ઉલ્લેખ ડો. રિક્સે એમનાં ક્રોનિકલમાં અગાઉ કર્યો હતો. હવે પ્લેગ પછી પોતાનાં જીવનને સારી રીતે, આહિસ્તા આહિસ્તા જીવી લેવાની, એની હરેક ઉત્તેજનાને મન ભરીને માણી લેવાની વાત ઓરાનવાસીઓને સમજાઈ ગઈ હતી. સમયનાં દરિયામાં આ સ્લો મોશન સ્વિમિંગ વધારે સંતોષપ્રદ હતું.

પત્રકાર રેમ્બર્ટ તો અજાણ્યો માણસ હતો, બહારનો માણસ. એણે તો તક મળે ત્યારે ભાગી જવાનો નિર્ધાર કર્યો હતો. પણ પછી એ શહેરની સહિયારી પીડાનો હિસ્સો બની ગયો હતો. પોતાની જાતથી ઉપર ઊઠીને જીવવાનું એણે શીખી લીધું હતું. મહામારી દરમ્યાન આપણે એટલું જરૂર શીખીએ છીએ કે માણસ માત્રમાં ધિક્કારવા લાયક બાબતો કરતાં વખાણવાં લાયક બાબતો વધારે હોય છે.

ડો. રિક્સે એ પણ નોંધ્યું હતું કે એવા ય લોકો હતા જેનાં કોઈ સ્વજન બચ્યા નહોતા. તેઓની સ્થિતિ પણ પ્લેગનાં આખરી ભોગ બનનારા પેશન્ટ જેવી જ હતી. લોકો જ્યારે આનંદ અને હર્ષોલ્લાસથી મળતા હતા ત્યારે આવા એકલાં રહી ગયેલાં લોકો તરફ કોઈ ધ્યાન આપતું ન હતું. પણ આમ આનંદનો માહોલ હતો. ગઇકાલની પીડા, ગઇકાલનું દુ:ખ જાણે વીસરાઈ ગયું હતું.

ડો. રિક્સ પોતાની ઓળખાણ છતી કરે છે. આ નવલકથાનાં વર્ણનકાર (નરેટર) તેઓ પોતે જ છે. એવી ઇચ્છા કોઈને પણ થાય કે આખી નવલકથામાં એની પોતાની મહેનત, એનાં પોતાનાં પરાક્રમની જ વાત હોય. આત્મશ્લાઘા આમ તો મનગમતી વાત છે. પણ એમણે કોશિશપૂર્વક પોતાની જાતને ઘણાં બધાં એવાં લોકો પૈકીની એક ગણાવી કે જેઓ પ્લેગની મહામારી સામે જીવનાં જોખમે લડયા હતા. એ જાણતા હતા કે એ જે કહેવાનાં હતા, એ વાત કોઈ આખરી વિજયની ન જ હોઈ શકે. આ તો માત્ર રેકોર્ડ રાખવાનો હતો એનો કે જે કાંઇ પણ કરવું જરૂરી હતું, એ થયું કેવી રીતે? અને ભવિષ્યમાં જે ફરજિયાતપણે ખાતરીપૂર્વક કરવું પડશે, આતંકનો સામનો કરવા માટે અને એનાં વણથંભ્યા ભીષણ આક્રમણ સામે.

ડો. રિક્સ અંતે કોટાર્ડની વાત લખે છે. પ્લેગને કારણે જેને મુદત મળી ગઈ હતી એ ક્રિમિનલઓરાનવાસીઓને હર્ષોલ્લાસથી ઉજવણી કરતાં જોઈ શકતો નથી અને લોકો પર ગોળીબાર કરે છે. એક કૂતરો મરી જાય છે. કોટાર્ડ માનસિક રીતે પાગલ થઈ જાય છે. એની સ્થિતિ ય એવાં કૂતરાં જેવી છે, જે નિરર્થક ભસતો હતો.

ક્લાર્ક જોસેફ ગ્રાન્ડ આટલાં વર્ષો સુધી એની યુવાનીની પ્રેમિકા જીનીને પત્ર લખી શકતો નહોતો. પણ હવે લખી શકે છે. ડો. રિક્સ છેલ્લે લખે છે કે પ્લેગની સ્થિતિ એ ક્યારેક જીવનથી વધારે અગત્યની બની જાય છે. રોજનાં અન્યાય સામે લડવા જેવી જ આ વાત છે. કાલે જ્યાં બળતાં મડદાંનો ધુમાડો હતો, આજે એ આકાશમાં આતશબાજીનો ધુમાડો છે. હવે ‘નોર્મલ’ સમય છે પણ એ પ્લેગની સાપેક્ષ છે. દેશ રફેદફે થઈ જતો હોય છે જો લોકો અને પ્રસાશન પ્લેગ કે યુદ્ધનાં લક્ષણો અને એની દૂરગામી અસરોને સમયસર ધ્યાન પર લેવામાં નિષ્ફળ જાય. (સંપૂર્ણ)

મહામારી અને સાહિત્યનાં તથ્ય અને સામ્યથ

૧૦.

જે શરૂ થાય એનો અંત તો આવે જ. ‘પ્લેગ’ અને ‘ધ પ્લેગ’નો અંત આવે છે. રોગ અને નવલકથા બેઉનો અંત આવે છે. દસ મહિના થાય છે સઘળું નોર્મલ થતાં. પણ આ નોર્મલ છે ખરું?કોઈ પણ મહામારી પછી બધું ફટાફટ નોર્મલ થઈ જતું નથી. અથવા કદાચ એ ‘ન્યૂ નોર્મલ’ છે.

કોવિડ-૧૯ હજી છે. જવાનાં કોઈ લક્ષણ દેખાતા નથી. કેમ બચવું?લોકો શીખતા જાય છે. લોકો સચેત પણ છે. વાઇરસ જશે તો ય મુખાવરણ (ફેસમાસ્ક) અને હસ્તફેન કમ્ (હાથસાબુ) આપણાં અસ્તિત્વનો અભિન્ન હિસ્સો બની જશે. ટોળે વળવું-નો અર્થ ભૂલી જશું આપણે. શક્ય છે કે ૧૦૫મો બંધારણીય સુધારો આવશે, જેમાં ચારથી વધારે લોકોનું જાહેરમાં મળવું બંધારણીય અપરાધ ગણાશે. મોલ અને સિનેમાહૉલ તૂટીને હોસ્પિટલ બનશે. ફાઇવ સ્ટાર હોટલ્સમાં કાયમી ધોરણે એક આઇસોલેશન વિંગ બનશે, જેમાં હેફા એરફિલ્ટર લગાડયા હશે. ખાંસી શરદી હોય એવાં મહેમાનોને આ જ વિંગમાં રહેવું પડશે. ભણવું હવે ઓનલાઈન થઈ જશે. એક્થી પાંચ ધોરણ સુધી દરેક બાળકે એકલવ્ય બનવું પડશે. તે પછી સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસનાં ક્લાસ ઓનલાઈન અને ઓનલાઈન પરીક્ષા થશે. કેન્દ્ર સરકાર દરેક ગરીબને પ્રધાનમંત્રી ઇન્ટરનેટ સહાય યોજના હેઠળ ૨ જીબી ડેટા મફત આપશે. ઓલમ્પિક્સ કે અન્ય રમતનાં વર્લ્ડકપ ખાલી સ્ટેડિયમમાં રમાશે. ખેલાડીઓને પોરસ ચઢાવવા માટે પ્રેક્ષકોની ચિચિયારીનું રેકોડગ સંભળાવવામાં આવશે. ફિલ્મ્સમાં જ્યારે જ્યારે કોઈ પણ એક્ટર એકટ્રેસ બે મીટરથી વધુ નજીક આવશે તો નીચે કાનૂની ચેતવણી આવશે કે ‘બે મીટરથી ઓછી દૂરી કાનૂનન અપરાધ છે.’ ‘હગ’ શબ્દ ઓબ્સોલીટ થઈ ગયો હોવાથી વિશ્વની ડિક્સનરીઝમાંથી દૂર કરાશે. એને સ્થાને ‘નમસ્કાર’ શબ્દ શામેલ થશે અને વર્ષ ૨૦૨૦નો ‘વર્ડ ઓફ ધ યર’ બનશે. અને…… આમ તર્કનો તંત અનંત છે!

સહેલું નથી. ડરકે પીછે જીત હૈ….. તમે કહેશો કે આ બધી વાત જ એબ્સર્ડ છે. છે જ સાહેબ! આલ્બર્ટ કામુ પણ એ જ કહે છે. મહામારીનું કારણ કોઈ પણ તર્કથી પર છે. એબ્સર્ડ એ છે કે આપણું અસ્તિત્વ શા માટે છે? એવો સવાલ પૂછી શકાય છે પણ જવાબ કોઈ જાણતું નથી. આપણે લાજવાબ થઈ જઈએ છીએ. પ્રિય રમેશ પારેખ અસ્તિત્વનો એવો જ સવાલ પૂછે છે : ‘માછલીએ એકદા જળને પૂછયું : તું કોણ છે? એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર?’ ઇતિ.

Leave a comment

Filed under Uncategorized

ચૂંટણીનાં ચાર શબ્દો: પોલ, વોટ, બેલેટ અને કેન્ડિડેટ/પરેશ વ્યાસ

ચૂંટણીનાં ચાર શબ્દો: પોલ, વોટ, બેલેટ અને કેન્ડિડેટ

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,

રાજ મળે તો ઠીક નહિતર ટેકા વેચી ખાશું. અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં

પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ? –કૃષ્ણ દવે

ચૂંટણી આવે અને જાય. રાજકારણીને પરસેવો વળી જાય. લોકોનાં ભાવ પૂછાય. ક્યાંક ક્યાંક લોકોનાં ભાવ બોલાય, એવું ય થાય. પણ આદરસત્કાર તો થાય, હોં. ભલે એ ઘટના ટેમ્પરરી હોય. ટેમ્પરરી એટલે કામચલાઉ. અને વી, ધ મેંગો પીપલ ઉર્ફે મતનાં દાતાઓને દાનેશ્વરી કર્ણ જેવી ફીલ થાય. આઈ મીન, મત જાણે કે કવચ અને કુંડળ હોય અને જાણે કે આપણે એને દાનમાં દઈ દેતા હોઈએ. અને પછી?.. પણ એ જવા દો. કાલે પરિણામ છે. હાર જીતનો ફેંસલો થશે. ક્યાંક ફટાકડા ફૂટશે. ક્યાંક સૂરસૂરિયું થશે. અને આપણે સૌ એ જ ફરી પાછા એ જ ગોથાં ખાતા ખાતા જૂની ઘરેડમાં ગોઠવાઈ જશું.

આજે ચૂંટણીને સંલગ્ન ચાર શબ્દોની સંહિતા રચવી છે.

પોલ :

ચૂંટણીને ઇંગ્લિશમાં પોલ (Poll) પણ કહેવાય છે. પોલ શબ્દ જર્મન છે. ૧૪મી સદીમાં એનો અર્થ થતો હતો માથું. ત્યારે એક ‘પોલ ટેક્સ’ લેવાતો હતો. એવો ટેક્સ જે માથા દીઠ લેવામાં આવે. ના, આવક પ્રમાણે નહીં, એ તો ઇન્કમટેક્સ કહેવાય. આ તો માથા દીઠ વેરો એટલે પોલ ટેક્સ (Poll Tax). પોલને સંલગ્ન એક અન્ય શબ્દ છે ડોડીપોલ (Doddypol). ડોડી એટલે મૂર્ખ અને પોલ એટલે માથું. ડોડીપોલ એટલે સ્ટુપિડ પરસન. આમ તો પોલે એટલે માથાનાં વાળ. પશુઓનાં માથે વાળ હોય એ પણ પોલે કહેવાય. પછી તો આ માથું અર્થ માથું કાઢી ગયો! માથું એટલે જ માણસ. તે સમયે માણસો વચ્ચે પસંદગી કરવાની હોય તો મત આપવાનો રિવાજ નહોતો. બધા ભણેલા ગણેલા નહોતા. એટલે સાદી પધ્ધતિ હતી. ફલાણાં ઉમેદવારની તરફેણ કોણ કરે છે? જેઓ એ તરફ થાય એના માથાં ગણી લેવાના. આ પ્રાચીન પદ્ધતિને લોકોનાં અભિપ્રાયનું સર્વેક્ષણ કહી શકાય. પછી ૧૭મી સદીમાં ચિઠ્ઠીમાં ચોકડી મારીને ખાનગીમાં મત આપવાની પ્રથા દાખલ થઇ. પણ ચૂંટણી માટે શબ્દ તો ‘પોલ’ જ રહ્યો. કાલે ખબર પડશે કિયા માથાભારે માણસો આ પોલમાં ચૂંટાઇ આવ્યા. ટૂંકમાં પોલ એટલે માથું. ચૂંટણી એટલે માથાપચ્ચી?!

વોટ:

વોટ (Vote)નો અર્થ સ્પષ્ટ છે. વોટ એટલે મત. ગુજરાતી લેક્સિકોન અનુસાર વોટ એટલે મત, બહુમતીથી વ્યક્ત થયેલો અભિપ્રાય, મંજૂર થયેલી રકમ, પડેલા કે અપાયેલા મત, મતાધિકાર, મત આપવો, બહુમતીથી કાયદો ઘડવો, બહુમતીથી ઠરાવ પસાર કરવો, સર્વસંમતિથી જાહેર કરવું, પોતાનો પ્રસ્તાવ જાહેર કરવો. મત એટલે મંતવ્ય, અભિપ્રાય, વિચાર. તમારા મતે કોણ ચૂંટવા લાયક છે? કોણ તમારા પ્રતિનિધિ બનવાને લાયક છે? આ વોટમાં મૂળ શબ્દ છે ‘વોટમ’. ના સાહેબ આ સંસ્કૃત શબ્દ નથી. આ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે: શપથ, ઇચ્છા, વ્રત, પ્રણ, અર્પણ, તર્પણ. એક શબ્દ છે ડોન્કી-વોટ (Donkey-Vote). ગધેડો એ મૂર્ખનો પર્યાય છે. પણ ગધેડો મત એટલે? દર અસલ ઓસ્ટ્રેલિયામાં કેટલીક ચૂંટણીમાં તમારે ઉમેદવારનાં પ્રેફરન્સ (પ્રથમ પસંદગીનાં અગ્રહક) આપવા પડે. એટલે જે સૌથી વધારે ગમે એને ૧ પછી ૨, પછી ૩ વગેરે. લિસ્ટમાં જેનું નામ પહેલું હોય એ નામ મતદાતાઓને પહેલું દેખાય. વળી એવું પણ થાય કે મતદાતાને બધા ઉમેદવાર વિષે ખબર પણ ન હોય. એટલે આડેધડ પ્રેફરન્સ આપી આવે. પછી પરિણામ કાંઈ જુદું જ આવે. એટલે એને ડોન્કી-વોટ કહેવાય. તો હે પ્રિય મેંગો જન, આપણી ચૂંટણી પદ્ધતિમાં ડોન્કી વોટની જોગવાઈ નથી એટલે એમ કે આપણો મત જરાય ઓર્ડિનરી નથી. આપણો મત એક વ્રત છે, એક સંકલ્પ છે. હવે સાહેબ, કાલે ખબર પડશે. આપણે કોને દીધો’તો અને કોણ ચૂંટાઇ આવ્યા?

બેલટ:

વોટ તો મત છે. તો મતપેટીને બેલટ (Ballot) બોક્સ કેમ કહે છે? મૂળ ઇટાલિયન શબ્દ છે બેલ્લોટ્ટા એટલે નાનો બોલ. હાલ તો ઈવીએમ મશીન આવી ગયા છે પણ પહેલાં ચૂંટણી હોય તો મતપત્રક હોય, જેમાં જેનાં નામ ઉપર મતદારો ચોકડી મારતા એ જીતી જતા. એથી ય પહેલાં એવી પદ્ધતિ હતી કે મતની ચિઠ્ઠીનાં સ્થાને નાના બોલ હતા. મતદાતા માટે ઉમેદવાર દીઠ પેટી હતી. જેમાં બોલ વધારે નીકળે એ જીતી જતા હતા. પછી બોલ બંધ થયા પણ બોલ જેમાં નંખાતા એ બેલેટ બોક્સ શબ્દ તરીકે રહી ગયા. કોઈ એવી ય ચૂંટણી હોય કે જેમાં એક જ ઉમેદવાર હોય અને એને ચૂંટવા કે ન ચૂંટવા તેનો ફેંસલો હોય તો એને ‘બ્લેક્બોલિંગ (Blackballing)’ કહેવાતું. જો તમે સહમત હો તો સફેદ બોલ અને તમારો વિરોધ હોય તો કાળો બોલ. કાળા બોલ કરતા સફેદ બોલ વધારે મળે તો ચૂંટાયેલા જાહેર થાય. નહીં તો પછી બીજો કોઈ ઉમેદવાર. આગામી ૨૦૨૪ની ચૂંટણી આવી થવી જોઈએ. હેં ને?

કેન્ડિડેટ:

કેન્ડિડેટ (Candidate) એટલે ઉમેદવાર. ચૂંટાઈ જવા ઉત્સુક મૂરતિયા. ચૂંટાઈ જવા તલપાપડ મૂરતિયા. (તલપાપડ એટલે તલપવું અને પડવું.) કેન્ડિડેટ શબ્દનાં મૂળમાં લેટિન શબ્દ ‘કેન્ડિડેટસ’ એટલે સફેદ. ચમકીલો સફેદ. પ્રાચીન રોમમાં ચૂંટણી લડતા ઉમેદવારો એકદમ સ્વચ્છ, નિરભ્ર સફેદ ટોગા પહેરતા. ટોગા એટલે પ્રાચીન રોમન નાગરિકનો ખેસ ઓઢવાનો ઝભ્ભો. આજકાલ ઉમેદવારો સફેદ ખાદીનાં ઝભ્ભા લેંઘા પહેરે છે. સ્વચ્છ સફેદ પોશાક તન ઉપર હોય એ ઉમેદવાર મનથી પણ સ્વચ્છ સફેદ હોય એવું આપણે માનીએ છીએ. કેન્ડિડેટ શબ્દની નજીકનો એક શબ્દ છે કેન્ડિડ (Candid). ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘કેન્ડિડ’ એટલે નિખાલસ, સ્પષ્ટવક્તા, આખાબોલું, નિષ્કપટી. જેને આપણે કેન્ડિડેટ કહીએ છીએ એ ઉમેદવાર એવો હોવો જોઈએ. રાજકારણ માટે જો કે એ ગેરલાયકાત ગણાય. હેં ને?

શબ્દશેષ:

“આપણે દોરાહા પર ઊભા છીએ. અહીંથી એક રસ્તો જાય છે નિરાશા અને તદ્દન નાઉમેદી તરફ. અને બીજો રસ્તો જાય છે પૂર્ણ વિનાશ તરફ. આશા રાખીએ કે આપણામાં એટલી અક્કલ તો છે જ કે આપણે સાચી પસંદગી કરી હશે.” –વૂડી એલન 


પરેશ વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

 Holistic Medicine: Types of Treatments

informative and useful

 Holistic medicine is also based on the belief that unconditional love and support is the most powerful healer and a person is ultimately responsible for his or her own health and well-being. Other principles of holistic medicine include the following:

  • All people have innate healing powers.
  • The patient is a person, not a disease.
  • Healing takes a team approach involving the patient and doctor, and addresses all aspects of a person’s life using a variety of health care practices.
  • Treatment involves fixing the cause of the condition, not just alleviating the symptoms.

 Holistic Medicine: Types of Treatments

Holistic practitioners use a variety of treatment techniques to help their patients take responsibility for their own well-being and achieve optimal health. Depending on the practitioner’s training, these may include:

  • Patient education on lifestyle changes and self-care to promote wellness. This may include diet, exercisepsychotherapy, relationship and spiritual counseling, and more
  • Is My Life – In conversation with Dr Sailaja Reddy

This Is My Life – In conversation with Dr Sailaja Reddy

This Is My Life – In conversation with Dr Sailaja Reddy

Leave a comment

Filed under Uncategorized

પ્લેઝર: મઝા/પરેશ વ્યાસ

પ્લેઝર: મઝાइस पार प्रिय, मधुशाला है, तुम हो, उपवन है, मैं हूँ,उस पार न जाने क्या होगा!                                                                                              -हरिवंशराय बच्चनપ્લેઝર(Pleasure) એટલે મઝા, ઉપભોગ, આનંદ. એમાં કાંઈ ખોટું નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. હું એનો ઉપયોગ કરું અને…. મઝા કરું. કાયદાની મર્યાદામાં રહીને, અફકોર્સ! મારું તનબદન જાણે કે જલસાઘર! આજકાલ માનસિક તણાવ સામાન્ય છે. મનોચિકિત્સક એવી દવા પ્રિસ્ક્રાઇબ કરે છે  જેનાથી મારી પીડા કે ઉદાસી ઘટે. નેગેટિવ અસરને ઘટાડવાની સારવાર છે આ. પરંતુ ‘ધ વીક’ના તાજા સમાચાર અનુસાર હવે પહેલી વાર નવી ડીપ્રેશન થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં મુખ્ય ફોકસ પ્લેઝર છે. પ્લેઝર વધારો એટલે પેઈન આપોઆપ ઘટે. આ પોઝિટિવ ઈફેક્ટ થેરાપી છે. આ ઉપરાંત ‘પ્લેઝર’ શબ્દ એપલ  ટીવીની ઓટીટી વેબ સીરીઝ ‘મેક્સિમમ પ્લેઝર ગેરંટીડ’માં પણ આવ્યો છે. વેબ સીરીઝની હીરોઈનના હમણાં જ છૂટાછેડા થયા છે. માનસિક ઉદ્વેગ છે. પોતાના લેપટોપનાં માધ્યમથી વેબકેમ ઉપર એક યુવાન સાથે વર્ચ્યુઅલ સેક્સનાં સેસન્સ ચાલુ કરે છે. આવી સેક્સ સર્વિસ ઈન્ટરનેટ વેબસાઈટ મહત્તમ પ્લેઝરની ગેરંટી આપવાનો દાવો કરતી હોય છે. આ પ્લેઝર છે, હેપીનેસ નથી. સેશન પૂરું એટલે મઝા પણ પૂરી. પછી ફરી અને ફરી અને…. એવામાં એક વાર સેશન ચાલુ હોય છે ત્યારે જ વેબકેમ યુવાન પર હુમલો થાય છે, જે પોતાના ઘરમાં બેઠી બેઠી પ્લેઝર મેળવી રહેલી હીરોઈનને લાઈવ દેખાય છે. અને પછી બીજે દિવસે એ યુવાનનો ફોન આવે છે કે એનું અપહરણ થયું છે, ખંડણી ચૂકવો, નહીં તો અપહરણકારો મને મારી નાંખશે. પોલિસ માને છે કે આ ડિજિટલ એરેસ્ટ જેવું સ્કેમ છે. પૈસા પડાવવાનાં ધંધા છે. પછી તો આ થ્રીલર વેબસીરીઝમાં ઘણું બધું થાય છે પણ આપણે તો શબ્દની જ વાત કરવી જોઈએ.  મૂળ લેટિન ક્રિયાપદ ‘પ્લેસિર’ એટલે કોઈને રાજી કરવું, આનંદ આપવું, મંજૂર કરવું. બારમી સદીમાં આ શબ્દ ફ્રેન્ચ ભાષામાં દાખલ થયો અને ઇંગ્લિશ ભાષાએ પ્લેઝર ઉચ્ચાર સાથે ઈચ્છા, આનંદ કે મઝાનાં અર્થમાં આ શબ્દને અપનાવી લીધો. ઇંગ્લિશ ભાષાનાં શબ્દો ‘પ્લીઝ’(ખુશ કરવું), ‘પ્લેઝન્ટ’(સોહામણું), ‘પ્લેસિડ’(સૌમ્ય) અને ‘પ્લેસિબો’(કૂટ ભેષજ) પણ આ જ મૂળમાંથી આવ્યા છે. પ્લેસિબો એટલે એવી દવા જેમાં દવાનું કોઈ કેમિકલ ન હોય પણ પેશન્ટને મનોમન લાગે કે આ દવા છે અને એટલે સારો પણ થઇ જાય! પ્લેઝર જેવો જ શબ્દ હેપીનેસ(Happiness) એટલે ખુશી, સુખ, પ્રસન્નતા. બધું આમ તો સરખું જ. પણ થોડો ફેર. ‘પ્લેઝર’ એટલે મનપસંદ આઈસ્ક્રીમ ઝાપટવો, નવો મોબાઈલ ફોન ખરીદવો, સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલ કરતા જવું, પ્રેમીપ્રેમિકાનું હોરિઝોન્ટલ જોગિંગ વગેરે. એક્ટિવિટી ખતમ એટલે પ્લેઝર પણ ખતમ. પછી કાંઈ નવું. ‘હેપીનેસ’ની વાત જો કે થોડીક જુદી. રીટાયર થઇ ગયેલા મારા શિક્ષકને ઘરે જઈને ભૂતકાળનાં સ્મરણો વાગોળું કે રોજ શેરીની સફાઈ કરતા કામદારને ચા નાસ્તો કરાવું કે પછી રજાના દિવસે મારા કુટુંબીજનો સાથે ક્વોલિટી ટાઈમ વીતાવું, એમાં મને જે મળે એ હેપીનેસ. સુખ ક્ષણભંગુર નથી, એની લત પડતી નથી. ખુશી કાંઈક દેવામાં છે, વહેંચવામાં છે, જોડાઈ જવામાં છે. પણ એનો અર્થ એ પણ નથી કે પ્લેઝરનો પરહેઝ રાખવો. ઓસ્કાર વાઈલ્ડ કહેતા કે પ્લેઝર એક માત્ર ચીજ છે, જેને માટે વ્યક્તિએ જીવવું જોઈએ. પ્લેઝરનો અનુભવ ઇન્દ્રિયજન્ય અને ચેતનવંતો છે. એની સાપેક્ષ પરંપરાગત હેપીનેસ આપણામાં આત્મસંતોષની કંટાળાજનક લાગણી જન્માવે છે, જિંદગીને શુષ્ક અને નીરસ બનાવે છે. પ્લેઝરમાં પ્રબળ સુંદર પળોનો સતત પીછો કરવાનો હોય છે, જે માંહ્યલાને જીવંત રાખે છે. હેપી થવાની લ્હાયમાં બહુ વિચારીને કે સૂફિયાણી વાતો કરીને જીવનને કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. જીવનના સિમ્પલ પ્લેઝર્સ જેમ કે સ્વાદિષ્ટ ખાણું, ઠંડીમાં મઝાનું તાપણું કે આપણી પડખે ફૂલો જેવું સુંદર કોઈ આપણું- મનને અંતરંગ શાંતિ અર્પે છે. પ્લેઝર એ કુદરતે આપણને આપેલું અનુમોદન છે. આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિંદમ’માં મોહમાયા મૂકવી, ધનની ઈચ્છા ત્યજવી, વૈરાગ્યની વાતો છે. એમાં તો મંદિરમાં કે વૃક્ષની નીચે ધરતીની પથારી ઉપર સૂવાનું ઇજન કરવામાં આવ્યું છે. પ્લેઝર એનાથી વિપરીત છે. ઇસાપૂર્વે છસો વર્ષ પહેલાં થઇ ગયેલા ચાર્વાકની વાત અહીં સુસંગત છે. ‘ચારુ’ એટલે પ્લેઝન્ટ અને ‘વાક’ એટલે વાણી. આ ભૌતિકવાદી, નાસ્તિક અને લોકાયત વિચારસરણી છે. ‘લોકાયત’ એટલે લોકોમાં પ્રચલિત હોય તે. અહીં પ્રત્યક્ષ હોય એ જ પ્રમાણ ગણાય. પાંચ ઇન્દ્રિયો વડે જે અનુભવ થાય એ સાચું; બાકી બધુ ખોટું. ઈશ્વર નથી, જીવન મરણનાં કોઈ ફેરાં નથી. વેદગ્રંથ લોકોને ભ્રમિત કરીને પંડિતોની આજીવિકા ચલાવવાના સાધન માત્ર છે. શાસ્ત્રોમાં વર્ણવેલાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી માત્ર ‘અર્થ’ અને ‘કામ’ જ કામ લાગે છે. ‘અર્થ’ એટલે ધન કમાઓ અને ‘કામ’ એટલે માનસિક અને શારીરિક આનંદ ભોગવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ. એક વાર શરીર ભસ્મિભૂત થશે પણ ફરી પૃથ્વી પર આગમન નથી. ચાર્વાક દર્શનના સમર્થક અને કામસૂત્રના સર્જક વાત્સાયન થોડા સુધારા સાથે આ જ વાત રજૂ કરે છે. કામસૂત્રમાં અલબત્ત માત્ર સેક્સની વાત નથી. એમાં કહેલી વાત વ્યાવહારિક, લૌકિક અને માનવ કેન્દ્રિત છે. એમાં ‘નાગરક’ એટલે કે સભ્ય અને કલાત્મક જીવન જીવવાની શૈલીની વાત છે. જીવનનો આનંદ ખુલ્લમખુલ્લાં લેવો. હરણ ચરી જાય એવી બીકથી ખેતી કરવી છોડી થોડી દેવાય. ભિખારી આવી જાય એટલે ખાવાનું રાંધવાનું બંધ ન કરાય. ટૂંકમાં, વ્યથા હોય તો પણ જીવનમાં જલસો કરી લેવો, મર્યા બાદ… પુનર્જન્મ ન વિદ્યતે! શબ્દશેષ:”મોટા ભાગના માણસો હાંફતા હાંફતા પ્લેઝરનો એવો તો ઉતાવળિયો પીછો કરે છે કે તેઓ લક્ષ્ય ચૂકીને આગળ નીકળી જાય છે.” -ડેનિશ ફિલસૂફ સોરેન કિર્કગાર્ડ*************************************************************.मनुष्य शरीर मिलने के नाते हमें अपने परम-चरम लक्ष्य तक पहुँचने के लिए प्रयत्नशील रहना चाहिए और वो लक्ष्य है – भगवद्प्राप्ति।


Leave a comment

Filed under Uncategorized

GOD NEEDS YOU….

Leave a comment

Filed under Uncategorized

Pleasure: Fun, Enjoyment.. English version Paresh Vyas 

“On this shore there is my beloved, there is wine, there is a tavern, there is a garden, there is me;

What lies beyond that shore, who knows?”

— Harivansh Rai Bachchan

Pleasure means fun, c, gratification. There is nothing inherently wrong with it. We have five senses: eyes, nose, ears, tongue, and skin. I use them and… enjoy myself. Within the limits of the law, of course! My body and mind become a hall of celebration.

Mental stress is common these days. Psychiatrists prescribe medicines that reduce pain or sadness. This is treatment aimed at reducing negative effects. However, according to a recent report in The Week, a clinical trial is underway for a new depression therapy whose primary focus is pleasure. Increase pleasure, and pain automatically decreases. This is a positive-effect therapy.

The word pleasure also appears in the Apple TV web series Maximum Pleasure Guaranteed. The heroine has recently gone through a divorce and is emotionally distressed. Through her laptop webcam, she begins virtual sex sessions with a young man. The website providing the service claims to guarantee maximum pleasure. This is pleasure, not happiness. Once the session ends, the pleasure ends too. Then comes the urge to repeat it, again and again. During one session, the heroine witnesses a live attack on the young man through the webcam. The next day he calls, claiming he has been kidnapped and needs ransom money or the kidnappers will kill him. The police believe it is a scam similar to a digital arrest fraud. The thriller unfolds with many twists, but our concern here is the word itself.

The original Latin verb placere meant “to please,” “to delight,” or “to approve.” In the twelfth century, the word entered French and was later adopted into English as pleasure, meaning desire, enjoyment, or delight. English words such as please, pleasant, placid, and placebo all originate from the same root. A placebo is a medicine that contains no active chemical ingredient, yet a patient believes it is real medicine and therefore feels better.

A closely related word is happiness—joy, contentment, well-being. They seem similar, but there is a subtle difference.

Pleasure is eating your favorite ice cream, buying a new mobile phone, endlessly scrolling through social media, or enjoying horizontal jogging by the lovers. Once the activity ends, the pleasure ends. Then you seek something new.

Happiness, however, is somewhat different. Visiting my retired teacher and reminiscing about old times, offering tea and snacks to the worker who cleans the street every day, or spending quality time with family on a holiday—what I derive from these experiences is happiness. Happiness is not fleeting, nor is it addictive. It lies in giving, sharing, and connecting. That does not mean one must avoid pleasure.

Oscar Wilde once said that pleasure is the only thing for which one should live. Pleasure is sensory and conscious. Compared to it, conventional happiness may sometimes generate a dull sense of self-satisfaction, making life dry and monotonous. Pleasure involves the continual pursuit of intense, beautiful moments that keep the spirit alive. In the pursuit of pleasure, there is no need to overthink or complicate life with excessive philosophy. Simple pleasures—delicious food, a warm fire on a cold day, or the presence of someone beautiful and dear beside us—offer profound inner peace. Pleasure is nature’s way of approving our existence.

In Bhaja Govindam, written by Adi Shankaracharya, one finds teachings about renouncing attachment, abandoning the desire for wealth, and embracing detachment. It even recommends sleeping under a tree or in a temple, with the earth as one’s bed. Pleasure stands in contrast to such ideals.

This is where the philosophy of Charvaka, who lived around six centuries before Christ, becomes relevant. Charu means pleasant, and vak means speech. Charvaka philosophy is materialistic, atheistic, and associated with the Lokayata tradition. Lokayata means “that which is prevalent among the people.” In this philosophy, only direct perception is accepted as valid evidence. Whatever is experienced through the five senses is true; everything else is false. There is no God, no cycle of rebirth. The Vedas are merely instruments through which priests sustain their livelihood by misleading people.

Among the four traditional goals of life described in Indian scriptures—Dharma (righteousness), Artha (wealth), Kama (desire), and Moksha (liberation)—only Artha and Kama are considered useful. Earn wealth and enjoy mental and physical pleasures. Even borrow money if necessary, but drink ghee. Once the body turns to ashes, there is no return to this world.

Supporters of the Charvaka tradition, including Vatsyayana, expressed a similar view with certain refinements. The Kama Sutra is not merely about sex. It contains practical, worldly, and human-centered wisdom. It describes the lifestyle of a nagaraka—a cultured, artistic, and civilized individual. One should enjoy life openly. Just because deer may eat the crops does not mean one should stop farming. Just because beggars may arrive does not mean one should stop cooking. In short, even amid suffering, one should celebrate life. After death… there is no rebirth.

Epilogue

“Most people pursue pleasure with such breathless haste that they rush past it without ever reaching it.”

— Søren Kierkegaa

Leave a comment

Filed under Uncategorized