ઘણીવાર વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પોતાને જોઈતી પરિસ્થતી પોતે નક્કી કરેલા સમયમાં ‘ના’ મળે એટલે આવેલી પરિસ્થતીને અને પોતાને જ દોષ આપવાનું શરુ કરે છે જેના કારણે તે ઘણીવાર પોતાના પરથી જ પોતાનો માનસિક કાબુ ગુમાવી બેસે છે. > “અવી પરિસ્થતિમાંથી હું એક બાબત શિખ્યો છું કે એ આવેલી પરિસ્થતીને અથવા પોતાની જાતને દોષ દઈશુ તો તે બદલાય નથી જવાની પણ બદલાની આપણી માનસિકતાને નબળી કરે છે. સામાન્ય રીતે આ પરિસ્થતિનો આપણે ‘સ્વીકાર’ કરી લેવો જોઈએ અને એ પરિસ્થતીના મુળ તરફ નજર આપવી જોઈએ તો જણાશે કે આવેલી પરિસ્થતિમાંથી પણ આપણને કઈકના કઈક તો અમુલ્ય એવુ મળ્યુ જ હશે.”
