
જેટલું સમય પાસે છે, તેટલું મારી પાસે નથી.







સરકી હાથેથી આ પળ,
છાંયામાં તપી સફર.
નફરત ન હતી છતાંયે,
મળ્યું અડધું સદાયે.
સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી
બસ તારો કરું વિચાર…
હળવે હળવે મલકાવું,
વફાથી ધૂળને સજાવું.
પ્રેમની કેટલી હતી આશા,
વળગી અંતરની નિરાશા.
બસ તારો કરું વિચાર…
નસીબે તો સાથ ન દીધો,
માણસનેય સમયથી પારખી લીધો.
હળવેથી પંપાળી હર પળ,
છાંયામાં તપી સફર
બસ તારો કરું વિચાર…
– મૌલિક “વિચાર”

