Archive for નવેમ્બર, 2012

h1

ફૂલ અને કાંટો (ગઝલ)

27/11/2012
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
હાથ લંબાવ્યો અને પાછો થયો,
રંગ મુખનો ત્યાં જુવો ઝાંખો થયો.
મૂલ્ય જાણે, છે અહીં દેખાવનું!
ચોર નો’તો, તોય શક પાકો થયો.
પાડવાને વટ ઘણો મથ્યો અહીં,
કૈં કરી શક્યો નહીં, બાઘો થયો.
ભાગતો આઘો ડરી જેના થકી,
એ પળો સંગે હવે નાતો થયો.
કેમ ‘સાગર’ આમ આગળ જૈ શકું,
 ફૂલ માની ત્યાં ગયો, કાંટો થયો.

– ‘સાગર’ રામોલિયા
h1

દાઝે છે (ગઝલ)

22/11/2012
(ગાલગાગા ગાલગાગા ગાગા)
મસ્તકે-મસ્તક સમજ દાઝે છે,
પારકા સુખથી સહજ દાઝે છે.

ક્યાં બને થોડે બધા સંતોષી,

રૂપિયા-પૈસા અબજ દાઝે છે.

રોજ લાગે છે નજર સૌ સુખને,
મ્હેફિલે જાતા તરજ દાઝે છે.

આજ આડો આંક વાળે છે સહુ,
જ્યાં જુઓ ત્યાં તો ગરજ દાઝે છે.

હોય ‘સાગર’ આગ સૌનાં દિલમાં,
રોજ અંગારે મગજ દાઝે છે.

– ‘સાગર’ રામોલિયા

h1

સાલમુબારક

14/11/2012

સૌને જિંદગી ખુશહાલ મુબારક,

સૌને મારા સાલ મુબારક.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો