Archive for એપ્રિલ, 2018

h1

કલા સામે

23/04/2018
(ગાલગાગા લગાલ ગાગાગા)

નાચતાં – કૂદતાં કલા સામે,
લોક ઝૂકેલ છે નશા સામે.

થાય ઈશારો નાચવા લાગે,
સિંહ સરકસનો ચાબખા સામે.

મોરલી શી વગાડતો વાદી,
ડોલતો નાગ એ અદા સામે.

ને અડીખમ રહેવા ઝંખે છે,
આ જગત ધ્રુવ-તારલા સામે.

જાજી ડંફાસ મારતો ‘સાગર’
રોજ નમતો ફરે બલા સામે.

‘સાગર’ રામોલિયા

h1

ગગા સામે

23/04/2018

(ગાલગાગા લગાલ ગાગાગા)

બાપ લાચાર છે ગગા સામે,
બૈરી લાચાર પતિ ઢગા સામે.

સાવચેતી ભલે ભરી મનમાં,
કોણ જાજું ટકે દગા સામે!
ભાગતો તે પહોંચશે ક્યાં જૈ,
મેલી લાગેલ આ જગા સામે!

ઝીંક કેવી ઝીલાય જીવનમાં,
બનતા મન સાવ ડગમગા સામે.

આજ ‘સાગર’ વિચારવા લાગ્યો,
ઝટ બનેલા નવા સગા સામે.

‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો