Archive for જુલાઇ, 2018

h1

આભે સવારી

19/07/2018

આભે સવારી (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,
આખું જગ ડોલાવવા તેને ધખારી હોય છે.

સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,
કયાં કદીયે જાતને કો’એ ટપારી હોય છે?

આમ તો એકાંતવાસી, કયાં કદી’ કો’ને મળે!
થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.

ટાંટિયાને ખેંચવા તૈયાર રે’તો તે સદા,
સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.

માન ‘સાગર’ તેમને દો એટલું ઓછું પડે,
માણસો આવાની તો આભે સવારી હોય છે.

‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો