Archive for ડિસેમ્બર, 2018

h1

ઈશ્વરકૃપા

25/12/2018

આ ગઝલ મનમાં વસે, મોટી દયા તારી નથી?
એ વિનાની વાત સૂઝે, એ દશા મારી નથી.

પ્રેમની જ્યાં વાત આવે, ખીલતી સોળેકળા,
તેના લીધે જિંદગી બનતી કદી’ ખારી નથી.

તારા સંગે પામતી લાવણ્યતા જો આ ગઝલ,
આ જગતને જોવા સુંદર બીજી તો બારી નથી.

ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી’,
એ જરૂરી હોય, માની એમ તે ઠારી નથી.

આ ગઝલ રૂઆબથી ‘સાગર’ વસે છે સૌ દિલે,
ને બની જાતી અડીખમ, ક્યાંય તે હારી નથી.

‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો