Archive for જાન્યુઆરી, 2019

h1

હશે

13/01/2019

હશે (ગઝલ)

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

રોજ આવી કોઈ ડોકાયું હશે,

તેથી મુખ બારીનું શરમાયું હશે.

રંગ રાતો આભમાં રેલાયો છે,

નાર કો’નું કંકુ ઢોળાયું હશે.

ભાર હળવો બારણાનો હો થયો,

જ્યારે તાળું તેનું ખોલાયું હશે.

બાગનાં ફૂલો ભરી બેઠાં સભા,

ચ્હેરો જોતાં ટોળું ખેંચાયું હશે.

આમ ‘સાગર’ ગોથાં ખાતો આવતો,

ત્યાં પરીનું પીંછું જોવાયું હશે.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો