Dear Friends
HAPPY NEW YEAR 2 U
Click Here :
Dr. Kishorbhai M. Patel
Surat, Gujarat, India
31 Dec
Dear Friends
HAPPY NEW YEAR 2 U
Click Here :
Dr. Kishorbhai M. Patel
Surat, Gujarat, India
29 Dec
યુવાધન ” શિક્ષણ અને આધ્યાત્મ ” વિના ભટકેલ છે…!

શિક્ષણ એ સર્વે સમસ્યાઓનો ઉકેલ છે,
જો જાગ્રતતા ન આવે તો તે મુશ્કેલ છે.
મેં ” ધો.૧૦ / ૧૨ પછી શું? ” અને ” સ્ટુડન્ટ કોર્નર ” ગૃપ મુકેલ છે.
પરંતુ ગુજરાતી ભાઈઓ તમારા જોડાયા વિના કામ અટકેલ છે.
યુવાધન ” શિક્ષણ અને આધ્યાત્મ ” વિના ભટકેલ છે,
તેથી જ તો યુવાધનની નજર આપણાં સૌના પર ટકેલ છે.
શિક્ષણ-આદ્યાત્મરુપી ઝાડ યુવાનો માટે રોપેલ છે,
આ ઝાડ પર હવે યુવાધન માટે ફળ લટકેલ છે.
આપ જેવા સેવાભાવી મિત્રો મને મળી શકેલ છે,
તેથી મારી દ્રષ્ટિ-સૃષ્ટિ હવે તમારા પર રુકેલ છે.
કિશોર આપ સૌને આમંત્રણ આપવાનું ચુકેલ છે,
પણ હમણાં જ આપ સૌને આમંત્રણ મોકલેલ છે.
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
28 Dec
નૂતનવર્ષ – ૨૦૧૦ના ગુજરાતના સ્વર્ણિમ સંકલ્પો ઃ
ચાલો નૂતનવર્ષમાં સાથે મળી સૌ સંકલ્પો કરીએ…!
૧. હું આખા વર્ષ દરમિયાન મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ.
૨. હું ઓફિસમાં નિયમિત જઈશ.
૩. હું ગુજરાતી સમાજ માટે નિયમિત સમય ફાળવીશ.
૪. સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા – વહેમ દૂર થાય તેવા સમાજ જાગૃતિના કામો કરીશ.
૫. હું વાતાવરણમાં પ્રદુષણ ઓછું કરવામાં મારુ યોગદાન આપીશ.
૬. દરેકને એક છોડનું બીજ રોપવા તથા તેનો ઉછેર-માવજત કરવા સમજાવીશ.
૭. ગુજરાતી સમાજના બાળકોને શિક્ષણનું મહ્ત્વ સમજાવીશ.
૮. દરેક માણસો સાથે હકારાત્મક અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરીશ.
૯. નિરક્ષરતા દુર કરવામાં મારુ યોગદાન આપીશ.
૧૦. હું વર્ષ દરમિયાન પશુ-પંખી તથા અન્ય વન્યજીવો માટે સહાનુભૂતિ રાખી પર્યાવરણ સમતુલિત રાખવામાં મારું યોગદાન આપીશ.
૧૧. હું સમગ્ર જીવનકાળ દરમિયાન વડીલો પ્રત્યે આદરભાવ રાખીશ.
૧૨. હું સમગ્ર જીવનકાળ દરમિયાન મારા દેશ માટે આદરભાવ રાખીશ.
૧૩. હું સમગ્ર વર્ષ દરમિયાન કોઈને દુઃખ થાય તેવું બોલીશ નહિ.
૧૪. હું સમગ્ર જીવનકાળ દરમિયાન મારા દેશ અને ગુજરાતી સમાજ માટે વફાદાર રહીશ.
૧૫. હું ભ્રષ્ટાચાર કરીશ નહિ કે કરાવીશ નહિ.
૧૬. હું નિરક્ષરતા દૂર કરવામાં મારું યોગદાન આપીશ.
૧૭. ગુજરાત અને ગુજરાતી સમાજના દરેક ઉત્સવોને આદર આપીશ.
૧૮. હું ગુજરાતના સર્વાંગી વિકાસમાં મારુ યથાયોગ્ય યોગદાન આપીશ.
૧૯. હું મારા સહકાર્યકરો સાથે આદરપૂર્વક વર્તીશ.
૨૦. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતાને આદર આપીશ.
૨૧. હું આજીવન મારા ગુરુજનો,માતા-પિતાને પ્રેમ અને સહાનુભૂતિ પૂર્વક વર્તીશ.
અંતે જન્મોજન્મ મને પ્રભુ શિક્ષક તરીકે આજ ભારત અને ગુજરાતમાં જન્મ આપે તેવી
પ્રભુને પ્રાર્થના.
ડો. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
27 Dec
!!…નવલી ઉત્તરાયણ આવી રે…!!

નવલી ઉત્તરાયણ આવી રે,
ઠંડીની મોસમ લાવી રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
ગુંદરપટ્ટી,મલમપટ્ટી તૈયાર કરાવી રે,
કાયપોચ,કાયપોચની બુમરાણ લાવી રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
રંગબેરંગી કનકવા લાવી રે,
બહેની ફિરકી પકડ્વા આવી રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
અમે તો દમદાર દોરી સજાવી રે,
લપેટ,લપેટનો ઘોઘાટ લાવી રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
ફિરકી લપેટવાની,સરતી મુકાવવાની,
પુછડિયા પતંગ ચગાવવાની મોસમ આવી રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
તલ – ચીકીના લાડુ લાવી રે,
ટેરેસ પર મળીશું ભાઈ-બહેની રે…નવલી ઉત્તરાયણ આવી રે…!
તમે એક વાત રાખજો યાદ,
કરશો ના પક્ષીને ઘાયલ…નવલી ઉત્તરાયણ આવી રે…!
મોટેરાને મારી એક ફરિયાદ,
રાખજો તમારા બાળની સંભાળ…નવલી ઉત્તરાયણ આવી રે…!
મારી એક વાત સાંભળોજી,
માઈક-બાઈકમાં રાખજો કાળજી…નવલી ઉત્તરાયણ આવી રે…!
વીજળીના તારમાં ન ભેરવાય દોરીના તાર,
જરા દોરી ખેંચવાની ધીમી રાખજો રફતાર…નવલી ઉત્તરાયણ આવી રે…!
રચયિતા ઃ ડો. કિશોરભાઈ એમ.પટેલ
આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
25 Dec
!!…અતિથિ…!!

કાગડો કાકા કરી
કહી ગયો કે હવે
કોઈ અતિથિઆવનાર નથી…!
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત
24 Dec
ચગાવવા હતા,
સ્મરણોના પતંગ,
પરંતુ હવે હું ક્યાં
કિશોર રહ્યો…!
Dr. Kishorbhai M. Patel
પ્રતિભાવો…