!!…બોર્ડની પરીક્ષા ઃ બાળકો / માતા-પિતા સાવધાન…!!

આખરી ૪૦ દિવસ માટે રાખવાની સાવધાનીઓ ઃ

૧. દરરોજ તમારા બાળકો સાથે શાન્તિ-ખુશીથી રજુ થાવ.
૨. બાળકોના ખોરાક્ની કાળજી રાખો,સુપાચ્ય – હલકો ખોરાક આપો.
૩. ગાડી-વાહન ધીમે હંકારવાની સલાહ આપો.
૪. ટ્કાવારી બાબતે દરરોજ ટોક્-ટોક કરશો નહિ.
૫. ઝડપી પુનરાવર્તન થાય તેવું સમયપત્રક બનાવી અમલ કરાવો.
૬. પ્રશ્નપત્ર લખાવવાની ટેવ વધારો.
૭. જીવનમાં માત્ર ટકા જ મહત્વના નથી,પરંતુ આ દેશને સારા માણસની પણ જરુરત છે.
૮. બાળક હતાશા-નિરાશામાં ગરકાવ ન થાય તેની કાળજી રાખશો.
૯. અસામાન્ય સંજોગો ઉભા થાય તો તમારા શિક્ષકની સલાહ અવશ્ય લો.
૧૦. બોર્ડની પરીક્ષા હોય બાળકને એકલા-અટુલા પડવા દેશો નહિ.
૧૧. બાળક આનંદ પૂર્વક વાંચન કરે તેવા સંજોગો-અનૂકૂળતા કરી આપો.
૧૨. ઉત્તરો લખી લખીને તૈયાર કરાવો, વધુ યાદ રહેશે.
૧૩. ધોરણ ઃ ૧૦ માં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે નહિ.
૧૪. ધોરણ ઃ ૧૨ માં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે.
૧૫. માતા-પિતાએ ઘરમાં ટી.વી., રેડિયો વગાડવાનું હાલ બિલકુલ બંધ રાખશો.
૧૬. માતા-પિતાએ ઘરમાં ક્રિકેટ મેચ જોવાનું બિલકુલ બંધ રાખશો, કારણકે બાળક્નું
ધ્યાન વિચલિત થશે.
૧૭. બાળકને પરીક્ષા દરમિયાન લીબું-રસ,જ્યુશ આપતા રહેવું જેથી સ્વસ્થ રહે.
૧૮. બાળક્નું વર્તન તમને અસાધારણ લાગે તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી.
૧૯. જો બન્ને (કપલ)નોકરી કરતા હોય તો હવે કોઈપણ એક બાળક પાસે રજા મુકી હાજર
રહો તો પરીક્ષાના પરિણામમાં ચાર ચાન્દ લાગી જશે.

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
પ્રતિભાવો…