!!!…ગુજરાતીજન તો તેને રે કહીએ…!!!
ગુજરાતીજન તો તેને રે કહીએ, જે બીજાને મદદ કરી જાણે રે.
કવિતા અને ગઝલ લખે તોય, મન અભિમાન ન આણે રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!
સકળ લોકમાં સૌને કોમેન્ટસ આપે, નિંદા ન કરે કોઈની રે.
વાણી, વર્તન શુધ્ધ રાખે, ધન્ય ધન્ય છે તેમની જનેતા રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!
શાયરી – ગઝલમાં સમય કાઢી, પરસ્પર દેવોભવોની ભાવના રે.
સત્યના માર્ગે ચાલે અને ચલાવે, તોય કાળું નાંણું નવ ઝાલે હાથ રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!
મોહ માયા પર કાબુ જેનો, સેવા ભાવ તેમના મનમાં રે.
સ્વરે સ્વરે ઈશ્વર બેઠો તોય, તિરથ માત-પિતાના ચરણોમાં રે...ગુજરાતીજન તો તેને રે કહીએ…!
લોભ-થોભ છોડ્યો જેણે, તન મનમાં શાંતિ તેને રે.
કિશોર પટેલની રચના જોતાં, ગુજરાતી સમાજે તેને તાર્યો રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
તા.૨૯ / ૭ / ૨૦૧૦
સમય ઃ રાત્રે ઃ ૮-૫૦ કલાકે







પ્રતિભાવો…