Archive for March 24th, 2011

!!!…ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે…!!!


!!!…ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે…!!!

 

સહેવાગ તો વાઘ છે, દિલ્હીનો

આજ ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે,

 

પોન્ટીંગ કરે છે, ટોન્ટીંગ

તો પણ આપણે ન કરવું ચીટીંગ રે,

 

ઝાહિર તું હિર બતાવ આજ

જરૂર છે, આજ શ્રી. ની રે,

 

ગંભીર તું બન ધીર ગંભીર

ઉતાર પાવર ઓસ. ના દંભીઓનો રે,

 

ધોની તું ધોલાઈ ક્યારે કરશે

આજ તું સચિન સંગ કર ધોલાઈ રે,

 

યુવી ઉઠાવ આજ એક્વાર પઠાણી પંજો

વિરાટ સ્વરૂપે રૈના ગરજશે આજ રે,

 

હર હર ભોલે બોલે આજ સૌ

વજન બતાવ હરભજન તારૂ આજ રે,

 

ઓસ. પર ઉતારો રોષ આજ

અમને બધાને છે તમારા પર વિશ્વાસ રે,

*****************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત