!…મારી વેદનાને વાચા આપો રે…!
ગરીબીમાં ઘુમે રે ભારત ,
બેકારીમાં ફસાયુ રે ભારત …!
ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ થયું રે ભારત ,
કાળાધનમાં કાળુ થયું રે ભારત …!
નેતાઓનાં વચને ઘુમે રે ભારત,
વચન જાય પણ પ્રાણ બચાવે રે ભારત …!
મોંઘવારીમાં ઘુમ્મર ઘુમ્મર થાય રે ભારત,
ગરીબો ચકડોળે ચઢયા રે ભારત …!
કેરોસીન – રાંધણગેસના ભાવો વધે રે ભારત,
નર – નારીઓ તાળા મેળવે રે ભારત …!
પેટ્રોલ – ડિઝલના ભાવો વધે રે ભારત,
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય રે ભારત …!
શિક્ષણમાં આડેધડ ફી વધે રે ભારત ,
માત્ર ધનિકો જ ભણશે રે ભારત …!
પ્રજાજનો કાચા પડે રે ભારત ,
મારી વેદનાને વાચા આપો રે ભારત …!
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

















પ્રતિભાવો…