!…એજ છે આજના તાજા સમાચાર…!
અમેરિકામાં ઘરે ઘરે એક કાર,
અમારે ઘરે ઘરે એક બેકાર
વિશ્વમાં ચારેકોર મંદી
અહી પડે છે વધુ ઠંડી
અમેરિકામાં જોર શોરથી થાય પ્રચાર,
અમારે રોજ રોજ થાય ભ્રષ્ટાચાર
પ્રજા બિચારી બની લાચાર,
એજ છે આજના તાજા સમાચાર
આપ આપો કોઈ નવો વિચાર,
જેથી બદલાય અમારો ચિતાર
આપનો એક વિચાર + મારો એક વિચાર,
આપણો બને અતિ સુંદર સુવિચાર
+++++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ, સુરત-૯















પ્રતિભાવો…