“ ગુજરાત ગૌરવ ગાથા ” ના સંચાલક, “ ગોદદીયો ચોરો ” ના કટાર લેખક, “ હાસ્ય દરબાર ” ના
હસમુખા એવા “ ગોપ ” તરીકે જાણીતા તથા બ્લોગ જગતમાં કવિ, લેખક તરીકેની આગવી ઓળખ ધરાવનાર
http://swapnasamarpan.wordpress.com ( પરાર્થે સમર્પણ ) આણંદ જિલ્લાના “ જેસરવા ” ગામના વતની
ઝંડાપ્રેમી “ સ્વપ્નજેસરવાકર ” તરીકે જાણીતા એવા ( હાલ લોસ એન્જલસ – અમેરિકા નિવાસી ) શ્રી. ગોવિંદભાઈ આઈ.પટેલ
પોતાના વતનમાં ત્રણ અઠવાડિયા માટે પધારનાર છે તે પ્રસંગે એક રચના મુકવાના વિચારને હું આ તબક્કે રોકી ન શક્યો
તેથી આપ સમક્ષ આવ્યો છું. મને આશા અને શ્રધ્ધા છે કે કદાચ આપને ગમશે…!
!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!
કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો
આવી આપણાં દેશમાં રહેજો,
એકવાર આવો ગુજરાત
આપણે જાગીશું રાત-મધરાત,
જેસરવાના સ્વપ્નને સજાવો
મહીજીકાકાના મેળવો આશીર્વચનો,
તમો આણંદમાં આવો
આવી મારા સ્વપ્નાંનદને સજાવો,
આશા-નિરાશાની વચ્ચે છે મારૂ સ્વપ્ન
સુખ-દુખમાં મને સાચવી લેજો,
ભુલોના આ મહાસાગરમાં
રાહ ભુલુ તો, રથી બની નાવ હંકારજો,
આરતીમાં માત-પિતાનાં દર્શન કરજે
આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેડાવજે,
લાગ્યો તમને કવિતા જેવી સવિતાનો રંગ
જો લાવ્યા હોત સંગ, તો બેવડાતે ઉમંગ,
કાશ હર્ષદ-અવકાશને
મળવાનો આપજો અવકાશ,
ગોદડીયા ચોરે જાજો
કનુ, ભદો, નારણ શંખને મળજો
કમલેશ-રૂપેશની જોડીને
મળીને કરજો જય જયકાર,
તમે સુરતમાં જઈ ઉધિયું ખાજો
જુનાગઢમાં જઈ ગિરનાર ગજાવજો,
અશોક-કિશોર સાથે,
શોર મચાવી, મને દર્શન દેજો
+++++++++++++++++++++++++++++++++++++++++
( રચનામાં પ્રાસ બેસાડવા માટે નામો ટૂંકમાં લખેલ છે.)
ગુગલ અને નેટ જગતનો ચિત્ર લેવા બદલ ઋણી છું.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત








પ્રતિભાવો…