!…EXTRA – શબ્દોનો શણગાર…!
હું તો રહું સદા
શબ્દના
આલિશાન બંગલામાં
+++++++++++++++++++++++++++
કવિની કુંડળીમાં
હોય છે, માત્ર
શબ્દના શિખરો
+++++++++++++++++++++++++++
શબ્દના પડછાયાની રમત
હું એકલો એકલો રમું છું,
કોરા કાગળમાં
++++++++++++++++++++++++++++++++
શબ્દની હોડીમાં બેસી
અંધકારનો સમુદ્ર
પાર કરૂ છું.
++++++++++++++++++++++++++++++
ભૂલકાંઓની વાતમાં
નિર્દોષતાના
શબ્દો છલકાય છે.
++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ નેટ જગત અને ગુગલનો આભાર માનું છું. )
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,
રાંદેરરોડ, સુરત-9





















પ્રતિભાવો…