!…માનવ તું જીવન જીવતા શીખી લે…!
મનના મંદિરયામાં,
તું ગરીબી સજાવી લે…!
દિલના દરિયામાં,
તું બેકારી બેસાડી દે…!
મન મનાવી,
તું મોંઘવારી પચાવી લે…!
મુખડુ મલકાવી,
તું જીવતા શીખી લે…!
ભુખ ભગાવી,
તું અરમાન દબાવી દે…!
ભ્રષ્ટાચારના દરિયામાં,
તું દુ:ખને પ્રસાદી સમજી લે…!
આંસુ ટપકાવી,
તું હૈયુ છલકાવી દે…!
+++++++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભારી છું.)
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત






પ્રતિભાવો…