!…ચાલો રે ચાલો હોળી રમીએ…!
ચાલો રે ચાલો હોળી રમીએ,
ઈકો ફ્રેન્ડલી હોળી રમીએ
ફુગ્ગા – પ્લાસ્ટિકની કોથળી ત્યજીએ,
સૌ સાથે મળી પર્યાવરણની રક્ષા કરીએ
દ્રાક્ષ, ગલગોટા, બીટના રસથી,
સરસ મજાની હોળી રમીએ
જળચર જીવો બચાવીએ,
ધરતીમાતાનું રક્ષણ કરીએ
રતન સમી આંખની રક્ષા કરીએ,
પ્રકૃત્તિની સુરક્ષા વધારીએ
અસત્યનું દહન કરીએ,
સત્યનું આહવાન કરીએ
હોળીમાં હોમાય હોલિકા,
બહાર નીકળી ભોળી ભક્તિ પ્રહલાદની
ચાલો રે ચાલો હોળી રમીએ
વસંતના વાયરામાં,
ફાગુનના ડાયરામાં
ચાલો રે ચાલો હોળી રમીએ
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું આભાર માનું છું. )
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9






પ્રતિભાવો…