!…કરો સંકલ્પ અધિક માસે…!
સૌ એક બનો
સૌ નેક બનો
કરો સંકલ્પ અધિક માસે
ભ્રષ્ટાચાર આ દેશમાંથી નાસે
દીઈશું પ્રાણ પણ હસતા મુખે
જન્મ લીધો આ ધરતીમાતાના કુખે
આ દેશના ખાતર
મુકો વ્યસન પર કાતર
વાદ-સંવાદથી થાય વિવાદ
હવે શોધી કાઢો કોઈ અપવાદ
કરીશું ભેગી આંગણીઓ પાંચ
તો દેશને ન આવે કદી આંચ
રાતી પાઈ આપીશું નહિ લાંચના નામે
સૌ કોઈ જાગીશું તો દેશને ન આવે આંચ
સર્વે માનવીના લોહીનો રંગ એક છે.
આ સૃષ્ટિનો સર્જક પણ એક જ છે.
કિશોર લખે છે, અધિક માસે
આ દેશમાં ક્રાંતિ થાય એજ આશે
+++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )
ડો. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,
રાંદેરરોડ, સુરત











પ્રતિભાવો…