હે…! વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….!
હે…! વાણિજ્યનારાજા ને વ્યવહારોના વડા,
આમનોંધની દાદી ને ખાતાઓની ભરમાર..મારો હેલો સાંભળો..હો..જી..રે…!
હે ! વ્યવહારો તો વેપારીના ચોપડે નોંધાય
મૂનિમજી તો માથે ચઢ્યા……મારો હેલો સાંભળો…હો….જી..રે….!
હે ! ઉધાર અને જમા જાત્રાએ જાય,
એક હતી ખરીદી અને બીજું હતું વેચાણ..મારો હેલો સાંભળો..હો..જી..રે…!
હે ! અટ્ટપટ્ટી આમનોંધને
વચમાં છે, રોકડ – વેપારી વટાવ.…મારો હેલો સાંભળો…હો….જી..રે….!
હે ! રૂપિયા દસની નોટ, Donkey ચાવી ગયો,
ભાગ રે ભાગ તું કેટલે જઈશ રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!
હે ! આમનોંધની ખતવણી કરી,
ખાતાઓમાં બાકી શોધવા જાઉં….મારો હેલો સાંભળો….હો….જી..રે…!
હે ! કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,
ને મૂનિમજી તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!
+++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯
Plz. Visit My Educational Website :
http://www.drkishorpatel.com



પ્રતિભાવો…