“ બેટી બચાવો, બેટી પઢાવો ”
દીકરી બાપની આંખ છે,
દીકરી મા ની પાંખ છે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
બાપના દુખમાં દુખી,
બાપના સુખમાં સુખી,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનું રૂપ છે,
દીકરી મા નું સ્વરૂપ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
નદી જેવી નદીને પણ
દીકરી થઈ ભમવું પડે,
પર્વત જેવા બાપને પણ
દીકરીના સાસરે નમવું પડે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો શ્વાસ છે,
દીકરી મા નો વિશ્વાસ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો હાથ છે,
દીકરી મા નું હૈયુ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપની લાકડી છે,
દીકરી બાપની લાડકી છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો દિપક છે,
દીકરી મા ની રોશની છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
અંતે કિશોર કહે…………!
દીકરી છે, પારકી થાપણ,
એની ન કરશો કદી
ભીની પાંપણ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા-2006
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9



પ્રતિભાવો…