ચારણી છંદ
===============================================================================
(૧)
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ ભરશે, અંબર સે ,
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયા પરસે, સાગર સે ;
દંપતી દુખ દરસે, રોજ સમરસે, લગત જહરસે, દુઃખકારી,
કહે રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુલ આવો ગિરધારી.
=============================================================================
(૨)
વા’લા વનમાળી, મિત્ર મોરારી, ના તમે નટખટ ભરી,
રીત વાહ તમારી, પ્રીત રૂપાળી, વિસરી ગયા છો વનમાળી;
આ દુનિયાદારી, થાય અકારી, વીનવીએ છીએ વારીવારી,
કહે રાધે પ્યારી , મેં બલિહારી , ગોકુલ આવો ગિરધારી.
==============================================================================
(૩)
વ્રજકી બાલા, રૂપ રસાલા, બહુત બિહાલા બનબાલા ,
જાગી તન જ્વાલા, વિપત વિશાલા, દિન દયાલા નંદલાલા;
આયે નહિ આલા, કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનવારી,
કાન્હ્ડ સુખકારી, કૃષ્ણ મોરારી, ગયે બીસારી ગિરધારી.
===============================================================================
(૪)
ગોકુલ ગામમાં ,વૃંદાવન ધામમાં, યમુના ઘાટમાં ગિરધારી,
જશોદાનો જાયો, માખણ ખાયો , કંસને માર્યો મોરારી;
રાધા છે ભાર્યા , પાંડવોને તાર્યા, કૌરવોને માર્યા મોરારી,
કહે રાધાના પ્યારા, જશોદાના જાયા, ગોકુલ આવો ગિરધારી.
===============================================================================
(૫)
કાન કોડીલા, રંગરંગીલા, માધવ મોહન matvala
દિન દયાળા , કૃષ્ણ કૃપાળા, નટવર નાગર નંદલાલા ;
રાધા રમણા , રાય રૂપાળા, છેલ છબીલા છોગાળા,
શંકર દુર્લભ , દર્શ દીદારા , ભવજળભયને હરનારા.
============================================================================
રચયિતા : અજ્ઞાત
સંકલન: સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )