Monthly Archives: સપ્ટેમ્બર 2010
એમને હું આવું જ કહું… (કાવ્ય )
હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )
ગુજરાતી બ્લોગ વિશ્વની યશોગાથા..( કાવ્ય )
ઉમેદવારને મતદારનો જવાબ… (વ્યંગ કાવ્ય )
મદિરાની પ્યાલી…( શરાબ ) કવાલી… કાવ્ય..
ગીતા પ્રસાદી…. ( ગાગરમાં સાગર ) ( ભજન )
જિંદગીના અનુભવને રમુજી રીતે કહી વ્યથા. અનુભવ વાણીનું સચોટ દર્પણ….(કાવ્ય)
જિંદગીના અનુભવને રમુજી રીતે કહી વ્યથા.અનુભવ વાણીનું સચોટ દર્પણ…
==============================================================================================================================
પરદેશમાં…..
ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
છોડ્યા વતનના રે વ્હાલ
દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
સોન પીંજરે પૂરાયા રે લાલ
એની વેદનાના સાંભળજો હાલ
જમવાનાં નોંતરાં ના દેશો આ દેશ
મારા હૈયાને લાગશે રે ઢેસ
ભાણે બેસી ને જમવાની મજા
વ્હાલા! ખોઈ અમે આવી પરદેશ
વતનની વાત તમે ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો
કેવી મળતી હૂંફ આંગણાંના તાપણાએ
ને વાતોના તડાકા વિસરાયા આ દેશ
વાતાનુકૂલિત ઓરડે થાતા મૂંઝારા
ઝૂરે મારું નાનું હૃદિયું આવી પરદેશ
મેળામાં મહાલવાની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો
કોયલના ટહૂંકાએ ટહૂંકે મારો દેશડો
ને મેઘલો નચવે મોરલા ને તાનમાં
સંગેમરમરના પથ્થર સમ આજ હું
સંવેદનાના સૂરો ખોળું પરદેશમાં
પાદરની ભભૂતિ ની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો
છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
નથી જડતા દાદા દાદી એના વેશમાં
બાપથી સવાયા એ ખોળાના હેતડાં
ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
વતનની મીઠી વાતો તમે ના છેડજો
==============================================================================================================
શ્રી રમેશ પટેલ(આકાશદીપ)
મુરબ્બી શ્રી રમેશભાઈ ( આકાશદીપ)એ મારા પાતાળ પ્રવેશના કાવ્યના સંદર્ભમાં પ્રતિભાવ રૂપે
મોકલેલું તેને તેઓના નામ સહિત પ્રસિદ્ધ કરી રહ્યો છું. અને આ કાવ્યના પ્રસિદ્ધિ માટે તેઓ શ્રીની
આ નોંધ દ્વારા શાબ્દિક મંજુરી માગું છું. આપની આજ્ઞા સહ સ્વપ્ન ના નમસ્કાર.
==================================================================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
કોઈ ભૂખ્યાને રોટલો દીધો રે નથી… ( ભજન )
ગોવિંદ તો ખેડાના ગામડાનો માણસ ( કાવ્ય )
ન કોફી ન ચા ન તો કોકો ફાવે,
ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,
છાશ મળે જો તરત ગટગટાવે,
ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,
ન નેટ ના નખરા ન ચેટ નુ ચિટીગ ન તો મૈલ કરતો,
એ અમેરીકન ઇગ્લીશ થકી ખુબ ડરતો,
મગન માધ્યમથી એ કામ ચલાવે,
ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,
ના બિયર ના બ્રાન્ડી ના રમ નો રસીયો,
ના રેડ વાઈન ના રેડ બુલ, બુસ્ટર કે ફુસ્ટર,
શેરડી નો રસ એને હજુ પણ લુભાવે,
ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,
ન પરી ન અપ્સરા ન કાળી ન ધોળી,
ન સ્પેનીસ અમેરીકન નહીં ને ભણેલી કદિ નહીં,
હજુ એને ગામડાની ગોરી સપનામાં આવે,
ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,
===============================================
આ કાવ્ય મુરબ્બી શ્રી જયકાન્તભાઈ જાનીજી એ મોકલ્યું હતું
જેને હું પ્રકાશિત કરું છું. પણ તેના ખરા હકદાર મુરબ્બી શ્રી
જયકાન્તભાઈ છે.
================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )