સ્વાતંત્ર્ય સેનાનીનું જન્મ શતાબ્દી વર્ષ… કાવ્ય
======================================================================
ગામ જેસરવાનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ ૧૭ મે ૨૦૧૧ના રોજ
સોમાં વર્ષમાં પ્રવેશ્યા. એક દેશદાઝ અને સેવાનીજાગૃત મૂર્તિ એવા આદરણીય શ્રી મહીજીકાકાને
શત શત સલામ સાથે જન્મ શતાબ્દી વર્ષની શુભ કામના……………..
જન્મ શતાબ્દી વર્ષમાં “સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા ” પણ ચારેક લાખના ખર્ચે નીચે
દર્શાવેલ ડીઝાઇન પ્રમાણે પેટલાદ તાલુકાના ધોરણ ૧ ના ૪૧૦૦ બાળકોના ” શાળા પ્રવેશોત્સવ ”
ટાણે સ્કુલ બેગો આપવાનું નક્કી કરેલ છે . સાથે સોજીત્રા તાલુકાની એક, બારસદ તાલુકામાં સંતોક્પુરા,
ગોરેલ નામણ અને ખંભાત તાલુકામાં બાન્ચ નંબર ૬,૭,૮ અનેઓ.એન.જી.સી પાથમિક શાળા એમ
૪૫૦૦ શુલ બેગો બનાવી આપવામાં આવશે.
જન્મ શતાબ્દીની વધામણી આપવી હોય તો પત્ર નીચેના સરનામે લખશો.
=========================================================================
સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ
C/O =શ્રી હર્ષદભાઈ આર. સુથાર
મધુરમ…
મુકામ – જેસરવા, તા.-પેટલાદ, જીલ્લો- આણંદ… ૩૮૮૪૫૦
ગુજરાત..
=========================================================================
સ્વાતંત્ર્ય સેનાની મહીજીકાકાને કોટી કોટી વંદન હો
સેવાના સમર્થ સેનાનીનું સ્વાસ્થ જીવન સુંદર હો
ઓગણીસો બારની સતરમી મેએ શાહપુરે જન્મ ધર્યો
માતૃશ્રી ગંગાબા ને પિતા મરઘાભાઈએ આનંદ ભર્યો
હિન્દ છોડો ચળવળમાં ઝંપલાવ્યું યરવડા જેલ તેડું આવ્યું
મહીનાભર જેલવાસ વેઠ્યો,દેશ સમાજ સેવાનું ઘેલું લાગ્યું
સોમાં વર્ષમાં પ્રવેશ્યા સેવા કરવા હરદમ ડગલું ભરે
સેવા કાજે જેનું મન મોર બની હરદમ થનગનાટ કરે
રાખે નહિ આશ કોઈની હર કામકાજ પોતાની જાતે કરે
સેવા કાજે જેનું મન મોર બની હરદમ થનગનાટ કરે
જેમ મેઘધનુષ્ય કદી સંતાય નહિ ઘનઘોર વાદળો માંહી
સેવા કાજે હરઘડી તૈયાર રહે સેવા માટે કદી બહાનાં નહિ
રાંધવું કપડાં ધોવાં સાફ સફાઈ કરવી ના કોઈની આશ ધરે
આશ નહિ કોઈની ના કાર કે સ્કુટરની ખેવના પગપાળા ફરે
સ્વાતંત્ર્ય સેનાની અને તલાટી કમ મંત્રી કેરું પેન્શન આવે
એ રકમથી આંધળાં બહેરાં મુગાંની શાળાઓમાં દાન કરાવે
ગરીબોને શિયાળામાં ધાબળા ઉનાળામાં છાસની પરબ કરે
રાતદિન સેવા કાજે એમનું મન મોર બની થનગનાટ કરે
પેન્શની આવકમાંથી પુત્ર કે પોત્રોને એક પાઈ પણ NA ધરે
ખાદીનાં ધોતી બાંડિયું સાથે પગેચંપલ ને થેલો ખભે ભરે
જન્મ શતાબ્દી વર્ષની વધામણી આપને જીવન સવાયું બને
સ્વપ્ન કાવ્ય ગણગણે સ્વીકારજો વંદન મસ્તક ચરણે જ નમે
====================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )







