હોળી આવી છે…કાવ્ય
=============================================================

( આભાર ગુગલ દેવ )
========================================
ગુજરાતી બ્લોગ જગતના આદરણીય વડીલો વહાલા મિત્રો
બહેનો વાચક મિત્રો તેમજ ભવ્ય ભારતના જન જન માનવ
સમુદાય ને હોળી – ધૂળેટીની રંગ ભરી શુભ કામના
=====================================
હોળી આવી છે આવી છે હોળી આવી છે
રંગો સાથ આનંદ ઉમંગનો આભાસ લાવી…હોળી આવી છે.
ધાણી ચણા ખજુરની મોસમ આવી
ઘેરૈયાઓની ટોળીએ જાજમ બિછાવી
હોળીનો પૈસો આપોને એ આહલેક જગાવી…હોળી આવી છે.
મોર પોપટ સંગ કોયલડી જ ટહુકી
ફાગણના ફાગ ખેલવા પ્રકૃતિ ઝબકી
આંબલિયાની ડાળે મજાની કેરીઓ ઝુલાવી…હોળી આવી છે.
ચીન પિચકારી બજારોમાં ઠલાવાઇ
સ્વદેશી વસ્તુની ભાવનાઓ ભુલાઇ
વિદેશી વસ્તુઓની ઘેલછા મનમાં સમાવી…હોળી આવી છે.
અબીલ ગુલાલ ને કેસુડાને ખુબ છાંટો
અંગોને ભિંજવી લઇ લો આનંદ મોટો
હોળીકામાં વ્યસન કામ ક્રોધને દો જલાવી…હોળી આવી છે.
ગોકુળ વૃંદાવન ભકતો આનંદે નાચે
કિશન કનૈયો રાધા સંગ રંગમાં રાચે
ડાકોરને માર્ગે જય રણછોડ કેરી ધુન ગાજી…હોળી આવી છે
ભાવ પ્રતિભાવ કેરી પિચકારીઓ વાગે
રંગ રંગીલાં હોળી ગીતો હર બ્લોગે રાચે
બ્લોગ જગતે કાવ્ય ગીતોની ભરમાર આવી…હોળી આવી છે
====================================
સ્વપ્ન જેસરવાકર