આજે ખોડિયાર જયંતિ:
ઘણાં ઓછા લોકો જાણતાં હશે જાનબાઈ(ખોડિયાર)માતાનું
આ મહત્વ…
– આજના દિવસને ખોડિયાર જયંતિ તરીકે શા માટે ઉજવાય છે..?
– ખોડિયાર માતાજીના જન્મ, ભાઈ-બહેન,માતા-પિતાનું નામ…અહી જાણો
“જય આઇ શ્રી ખોડિયાર “
શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારત માં અંબાજી, સરસ્વતી,
લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા,
હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી,
મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની,ઊમિયા, વગેરે જેવા
દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને
કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે
તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા
અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન
અને એક ભાઈ હતાં.
જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર)
અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.
તેમનું વાહન મગર છે.
તેમનો જન્મ આશરે૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો,
જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં(ભોઈ),
(ગોહિલ), ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો,
કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ,
ભરવાડ, હરિજન, અને [[રબારી] કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ
વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે.
જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં
મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ
સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે.
જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ ને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે.
તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં,
ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે.
ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર
માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.
આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ
આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારતમાં
પ્રખ્યાત છે.
હમણાં કાગવડ પાસે વિશાળ પાયે ” ખોડલધામ “ આકાર પામ્યું છે . જે સમુહ લગ્નો
જેવી સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ દ્વારા અનન્ય પ્રેણાદાયક બની રહ્યું છે...







