સંવત બે હજાર બોંતેરનાં નવા વરસનાં વધામણાં…. કાવ્ય
=========================================================================== ગુજરાતી બ્લોગ જગતના વડીલો, મિત્રો, વહાલા બહેનો, વાચક મિત્રો તેમજ જગતભરના ગુણીજનોને સંવત ૨૦૭૨ વર્ષના……… ……………………..નુતન વર્ષાભિનંદન………………………………………..
રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
============================================================
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
સંવત બે હજાર બોંતેરનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ
ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ
કાળી ચૌદશે હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો ને … આવ્યો.
ઉલ્હાસ ઉમંગના પર્વનું તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ
સુંવાળી મઠિયાં મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ