તો શું કરું..
આ દર્દની દવા નથી,તો શું કરું?
મન મારું માને નહીં તો શું કરું?
સમજમાં કદી આવે નહીં આ મને,
તારુ સ્મરણ થયા કરે તો શું કરું?
કોઈને કહી નથી આ વાત મેં,
તને કહેવાનું થયા કરે તો શું કરું?
રાત આખી જાગતો પડી રહ્યો,
આવે સવારે ઊંઘ તો શું કરું?
હાથે લીધો જામ પણ ખાલી રહ્યો,
સાકી ના રેડે શરાબ તો શું કરું?
‘સાજ’ તો ગાઈ રહ્યો છે આ રાગને,
તાલ તારો ના મળે તો શું કરું?
‘સાજ’ મેવાડા
(એક તિવ્ર વેદનાની પળે લકાયેલી ગઝલ જેવુ કઈંક)
