(94) અલગારો રહ્યો.
જેણે બદલ્યો રાહ પરભારો રહ્યો,
વિસામાનો સાથી જન્મારો રહ્યો.
વાવેલા સપનાનો સધિયારો રહ્યો,
તમને જ ખૂશીથી દેખનારો રહ્યો.
વર્ષોના સંતાપે ધખારો રહ્યો,
આંખનો વરસાદ પણ સારો રહ્યો.
અંતરમાં ગૂંજતો એકતારો રહ્યો,
તું હી તું હી નાદ એકધારો રહ્યો.
એકલપંથી ‘સાજ‘ અલગારો રહ્યો,
હરદમ મારા ઈશનો સહારો રહ્યો.
-‘સાજ‘ મેવાડા

