Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2015

   (૧૩૦)-કેમ એવું થાય છે (ગઝલ)

આ સમંદર ખળભળે છે, કેમ એવું થાય છે?

ચાંદની જળ પર તરે છે, કેમ એવું થાય છે?

બાગ આખામાં ફરીને, એક ભમરો ફૂલની,

એ જ ડાળે ગુનગુને છે, કેમ એવું થાય છે?

વ્હેમ એને હું પણાનો છે ઘમંડી દીપને,

આ પતંગો જાન દે છે, કેમ એવું થાય છે?

તાપ સૂરજનો ખમી, ધરતી પૂકારે મેઘને,

સ્નેહથી ભીંજવે છે, કેમ એવું થાય છે?

સાજગોપી વાંસળીના સૂરથી ઘેલી બને,

કૃષ્ણ, રાધા નામ લે છે, કેમ એવું થાય છે?

-‘સાજમેવાડા

130-Kem Avu thayChe- Gazal - Saaj Mevada30102015018

Read Full Post »

129…બાકી છે (ગઝલ)

129…બાકી છે (ગઝલ)

તમે અંતિમ કહો છો એ સફરની વાત બાકી છે,

હવે થોડી બચેલી શ્વાસની સોગાત બાકી છે.

તમારા પ્રેમને ટેકે જીવન ભરપૂર જીવ્યો છું.

અચાનક આવશે એવી કઝાની ઘાત બાકી છે.

બધી આશા ઠરી જાશે, મસાણે આગના ભેળી,

હ્રદયને ઝાળ લાગી છે, ભલે આ જાત બાકી છે.

તમે પાલવ થકીના લૂંછશો આંસું છુપાવીને,

જનાજો છે અમારો આ, હજી બારાત બાકી છે.

નહીં આવે ફરીથી સાજપીવા મયકદે અમથો,

ઉતાવળ ના કરો સાકી, સુહાની રાત બાકી છે.

-‘સાજમેવાડા

Baki Che -Gazal-Saaj Mevada

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો