158-રડે આંખો–ગઝલ
રડે આંખો હ્રદય બળતું રહે,
છુપાવી મોં કોઈ મળતું રહે.
બધા ઘૂવડ બની બેઠા છતાં,
અઘોરી મૌન પીગળતું રહે.
અમારી જાતની ભીતર કશું,
યુગોથી રક્ત નિગળતું રહે.
જશે તો ક્યાં જશે એ જળચરો?
મગરને એજ તો ફળતું રહે.
વગર ભીંતે ચણેલી કેદમાં,
અકાળે મોત પણ છળતું રહે.
કરે આ “સાજ” કોને રાવ પણ?
પ્રભુનું શીશ જ્યાં ઢળતું રહે.
-“સાજ” મેવાડા





