Posted in Gazal gujarati, tagged અંધકાર, ઉંબર, કટારી, કોર્ટ, ગુજારી, ગુનેગાર, ઘર, છબી, ડોકટર, નિદાન, બારી, યાદ, રોગ, લવારી, વિશ્ર્વાસ, સજા, સમસમી ગઝલ, સાજ on સપ્ટેમ્બર 12, 2018|
Leave a Comment »
218-Tamari me Gazal -તમારી મેં – ગઝલ
વાટ જોયા કરી તમારી મેં,
જીંદગી ઉંબરે ગુજારી મેં.
એટલે અંધકાર હતો ઘરમાં,
બંધરાખી સદાય બારી મેં.
આમ વિશ્ર્વાસ તો હતો પૂરો,
આપની વાતના વિચારી મેં.
ડોકટર શું નિદાન કરવાનો?
રોગ નામે કરી લવારી મેં.
હું ગુનેગાર છું, સજા આપો,
કોર્ટ સામે ધરી કટારી મેં.
યાદ ઝાંખી થઈ હતી એની,
ભીંતપરની છબી ઉતારી મેં.
સમસમી જાય છે સભા આખી,
‘સાજ’ નામે ગઝલ ઉગારી મેં.
-‘સાજ’ મેવાડા

Read Full Post »