આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘કવિલોક’ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ કે તમારા સુધી સીમિત હોય, તો અમને તેમનો થોડોક પરિચય અને બે-ચાર રચનાઓ કોમેન્ટરૂપે મોકલાવી આપી આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ નમ્ર અરજ કરે છે.
There are two ways to submit your poems to share with other Gujarati poem lovers.
1) You can visit us on Facebook- at http://www.facebook.com/kavilok and post your poem there. This way you will be able to see comments and get to know people who like your work.
Or
2) Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujarati poems/poets,  please let us know. Let us together give Gujarati poets/poems their due respect they deserve on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

1,439 Comments

  1. Chikudo's avatar

    કંઈક ખુશ્બૂ છે તારા શ્વાસ માં,

    જે મને મેહકાવે છે..

    કંઈક નશો છે તારા પ્રેમ નો,

    જે મને ધીમે ધીમે બહેકાવે છે.. 

    કંઈક મિઠાશ છે તારા શબ્દો માં,

    જે મારા હોંશ ઉડાવે છે..

    કહીં શકે તું મને સાવ ગાંડો પણ હાં – એક મુસ્કાન છે જે માત્ર તારા થી જ આવે છે…

    શું ખબર મને પ્રેમ ની, 

    તને જોઈ ને ચિત્ત ચકડોળ થઈ ગયું..

    સાચું ખોટું કોણ જાણે ?

    તું છેને તો બધું બરાબર થઈ ગયું..

    દુનિયા ની મને નથી ખબર પણ હાં – એક સાવ પાગલ દિલ છે જે માત્ર તારા થી જ ધબકે છે…

    તું નજીક હોવા છતાં પણ દૂર છે ક્યાંક,

    ભરી લવ તને મારી બાંહો માં જો તું મને મળે.. 

    દુનિયા ની બધી વાતું એક તરફ અને તારું હોવું એક તરફ,

    નહીં મુકું સાથ તારો જો તું એક વાર કહે..

    પ્રેમ શું છે એ નથી ખબર પણ હાં – એક લાગણી છે જે માત્ર તારા થી જ આવે છે…

    તારા શબ્દો; 

    પવન ની જેમ અડી જાય..

    તારી નશીલી આંખો; 

    દરિયા સમી ડુબાડી જાય.. 

    ધનુષકોડી જેવા તારા મધમસ્ત હોઠ;

    જોઈ ને જ તરસ લાગી જાય.. 

    બીજું મને કંઈ નથી ખબર ચિકુડી પણ હાં – એક સુકૂન છે જે માત્ર તને જોવા થી જ મળે છે…

  2. Abhijit Shukla's avatar

    લખવાનું ચાલુ રાખ

    પાછી કલમ ઉપાડ અને લખવાનું ચાલુ રાખ. 

    દલદલમાં ઝંડો ગાડ અને લખવાનું ચાલુ રાખ. 

    થીજી જો, ઓગળી જો, બળી જો, બુઝાઈ જો. 

    કર કંઈ ને કંઈ જુગાડ અને લખવાનું ચાલુ રાખ. 

    ડૂબે છે તોય હિમશિલા અથડાઈ જ્યાં તને 

    સાંધી જો એ તિરાડ અને લખવાનું ચાલુ રાખ. 

    શ્રીફળ વધેરવું છે. અને એક ઝાટકે?

    જા. જોર થી પછાડ અને લખવાનું ચાલુ રાખ.

    છોડી ગયા છે જે તને તારા થી ઝૂઝવા

    એ સૌનો માન પાડ અને લખવાનું ચાલુ રાખ.  

    જો. અંશમાંય તું જ છે ને છેદમાંય તું જ. 

    બન્ને તરત ઉડાડ અને લખવાનું ચાલુ રાખ. 

    વર્ષોથી તું મથ્યો છે ને છીંડું પડ્યું નથી. 

    ઠેકી જા આજે વાડ અને લખવાનું ચાલુ રાખ. 

    તારો સ્વભાવ એ જ છે. ઘરકૂકડી છે તું. 

    બસ, છોડ ભીડભાડ અને લખવાનું ચાલુ રાખ. 

    તારા હોવાપણાની નથી કોઈને પડી. 

    આ જ્ઞાન ઓછું ઝાડ અને લખવાનું ચાલુ રાખ. 

    કોલાહલ આવે છે જ તો કલરવ પણ આવશે. 

    બારી બધી ઉઘાડ અને લખવાનું ચાલુ રાખ. 

    જંપીને ઉંઘી જાય ઘર એની ન રાહ જો. 

    થાવા દે રાડારાડ અને લખવાનું ચાલુ રાખ. 

    ત્યાં રામ છે તો એનું લખી ને પ્રમાણ આપ. 

    અમથી ન છાતી ફાડ અને લખવાનું ચાલુ રાખ. 

    બેઠો છું નવરો એટલે બબડ્યા કરું છું આમ. 

    કામે મને લગાડ અને લખવાનું ચાલુ રાખ. 

    છે કેમ અવાક? ક્યાંક મરી તો નથી ગયો?

    જાતે તપાસ નાડ અને લખવાનું ચાલુ રાખ.

    • અભિજિત શુક્લ.

  3. slowlypaperfd0d7d707f's avatar

    જિંદગીનો રાહ તો સીધો હતો,

    પણ ઉપાડો ઇરછાએ લીધો હતો.

    એટલે બહેકી ગયો છું પ્રેમમાં,

    જામ તારાં હોઠથી પીધો હતો.

    આજ પણ પથ્થર થઈ ઊભો છું ત્યાં,

    કોલ મળવાનો તે જ્યાં દીધો હતો.

    જિંદગીનો સાર સમજાયો એ પળ,

    જયારે તે આગોશમાં લીધો હતો.

    કોઈએ ઉત્તર ન આપ્યો એકપણ

    ,પ્રશ્ન મારો એકદમ સીધો હતો.

    Devendra B Raval

  4. Dave Rupal's avatar

    ઉત્સવ

    ઉત્સવોથી આવે છે જીવનમાં મીઠાશ,
    જીવનમાં તો ભરેલી રહે બહુ કડવાશ.

    જીવનમાં અમુક ઉત્સવો હોય છે ખાસ,
    ઉત્સવો વિના માનવી થઈ જાય હતાશ.

    સદા ખુશ રહેવા માટે કરો દુઃખોનો નાશ,
    ભગવાનની પરીક્ષામાં સો ટકા થશો પાસ.

    જીવન પત્યાં પછી બની જવાની છે લાશ,
    કારણ વિના ન અટકે ક્યાંય તમારા શ્વાસ.

    જીવનમાં જગાડજો તમે નવી નવી આશ,
    સુંદર બનાવી દ્યો તમારા જીવનનો પ્રવાસ.

    ❤️❤️❤️ Rupal Dave “Rup”
    (Morbi)

  5. raavyas01's avatar

    https://www.instagram.com/bein_gwritter/

    મનનાં અનેક સ​વાલ છેસમય રહેતા જરાક સાંભળી લેજેજ​વાબ એ ઘડીએ ન દેવાયતો બસ સાથ થામી દેજે;જાણ તો બધીય છે તનેનાહક અજાણ બને છે!વેરાન આખોં ને તુંઅમથીરસધાર કરે છે

  6. manojkumarparmar1905eaaf19e9's avatar

    દુહા

    આ ધગધગતા તાપમાં, છે લ્હેરાતા ઝાડ,

    વસંત કેરી ગોદમાં, રંગ ભરતા પહાડ.

    ગઝલ

    કેમ મને યાદ નથી કરતાં?

    છુટા પડ્યાના વર્ષોના વાણા વાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    ફૂલો પણ ખીલીને મુરજાઇ ગયા કેમ મને યાદ નથી કરતાં?

    રાહ તમારી જોઈ જોઈને દુનિયા પણ ઘેલો સમજી બેઠી,

    જો, બદનામ થયા ને ચર્ચાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    મોસમ આવે ને જાય, ફરી આવેને જાય સતત ચાલે છે આવું,

    પંખીઓ ગીત મધુરા ગાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    કરવા રોજ તમારું સ્વાગત, બેઠા રાત અને દિવસ પુષ્પો થઇ,

    યાર, અમેં તો આખેઆખા પથરાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    આ હૈયામાં હેત અને આંખોમાં આશ ભરીને આવ્યા છીએ,

    નામ તમારું સુણી હરખાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    શિયાળાની ઠંડી અને હૂંફ ભરી સવારો વીતી ગઈ છે ‘પારસ’,

    ફાગણના સઘળા વાયરા વાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    તું ઉપવનમાં આવી હશો એ વિશ્વાસ મને જીવાડે છે ‘પારસ’

    તારાં તાજા પગલાં પરખાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?

    – ડૉ. મનોજકુમાર પરમાર ‘પારસ’

  7. Amee's avatar

    મારી વ્હાલસોયી મિત્રતા ,

    તારી મિત્રતાની મહેક કંઈક એવી આવી કે આજ મારી આંખ અશ્રુ તણી છલકાણી…
    એ અશ્રુબુંદને મેં મારી હથેળી થકી જોયું , ને તો આપણી મીઠી યાદગારી છલકાણી

    એ યાદગારીમાં ,
    આપડી વાતો નો કલબલાટ હતો તો
    આપણા અબોલાનો ક્યાંક ઝળહળાટ
    તો કશે ખૂણે આંખ ગામની પંચાત
    ક્યાંક પરીક્ષામાં દોડતો આપણો રેસ નો ઘોડો
    તો ક્યાંક સાંજના ટાઢાપોર નો હલેસો ….

    આ જીવનના હાલેસામાં હોળી તો ખપી નહીં
    બસ… યાદગારી ઓની રંગોળી બની ને રહી ગઈ
    રંગોળીના સાતરંગો જેવા મારા મિત્રો
    મનના છાનેખૂણે એક દિવાળી અધૂરી રઈ ગઈ….
    મારા વાલીડાઓ વિના નૈયાં અધૂરી નહીં પણ અઘરી બોવ લાગશે.

  8. MAKVANA POOJA's avatar

    મંઝિલે પહોંચી જઈશું
    આવી છે વિકટ ઘડીઓ! જીવન માં આજ કરીશું? શું તેને કાજ ….

    લડીશું,પડીશું,થાકિશું કે હારિશું? ચિત ચડ્યું છે ચકડોળ આજ…..

    સામે ઊભો છે મુસીબતો નો તોતીંગ પહાડ, મથીશું તોડવા,લઈ ભલે ને હોય હથોડી ને ટાંકણાનો જ સહારો…..

    એમ થોડા કઈ ડરી જઈશું કે પીછેહઠ કરી દઈશું!

    આગળ આવીશું સિંહ ની જેમ ત્રાડ નાખીને, કૂતરા બિલાડા ની જેમ થોડા કઈ પગલાં પાછા ભરીશું!

    ભલે ને ઉગી હોય કાળી ડીબાંગ રાતો, એને ચીરીને કાઢી લાવીશું સોનેરી સવારો…..

    ડગલાં માંડ્યા જ છે જો મંઝિલે,આવશે ઘણોય તાપ, તડકો ને ટાઢ પહોંચીને જ રહીશું. એમજ થોડા પોરો ખાવા માટે બેસી જઈશું!

    આવવા દો ,મુશ્કેલીઓના વંટોળો ને પકડીશું એકબીજાનો હાથમાં હાથ,એમાંથી પણ દોટ મૂકીને નીકળી જઈશું……

    આવતી જતી રહેશે આવી ઘણીયે ભરતીઓ ને ઓટો, દરિયો થોડો ડરી સરોવર બની રહેશે!

    વાગશે આ દુનિયા ના વગડામાં ઘણા શુળ, કાંટા ને ઢેફાં, એને પંપાળીને થોડા બેસી રહીશું!ડગલાં ભરતાં રહીશું….

    તરી લઈશું આ મુશ્કેલીઓરૂપી અફાટ સાગર ને, લઈ ફક્ત એક તરાપા નો સહારો ભલે ને નાં હોય હોડિયા નો સહારો……

    મળશે ચોક્ક્સ કિનારો,હશે જો એકમેક નો અડગ સહારો.

    લડીશું,પડીશું પણ સ્વપ્ને સેવેલ મંઝિલ ને તો મેળવીશું…….

    પૂજા ના મનથી કલમ સુધી.
    પૂજા મકવાણા, પાટણ

  9. MAKVANA POOJA's avatar

    તું આમ અચાનક આવીને મળી જઈશ એવી ક્યાં ખબર હતી,
    આમ જ મને મળી જઈશ એવી મને ક્યાં ખબર હતી ….

    મેં તો માંગ્યો હતો,બે ઘડી નો તારો સથવારો,
    પણ આમ આજીવન સથવારો આપી દઈશ એવી મને ક્યાં ખબર હતી….

    મેં તો માગ્યું હતું તારા બગીચામાંથી ખુશીઓનું એકાદ પુષ્પ,
    તું આખો બગીચો મને આપી દઈશ એવી મને કયાં ખબર હતી..

    મેં તો જોયા હતા માત્ર સપનાઓ,મારા સપનાઓ ને તું હકીકત બનીવી દઈશ એવી મને ક્યાં ખબર હતી …

    મેં તો પૂછ્યું હતું તારા દિલનું સરનામું,
    તું આખું “દિલ”જ મારા નામે કરી દઈશ એવી મને ક્યાં ખબર હતી ..

    મેં તો માંગી હતી તારી સાથે ચા ની એક ચૂસકી,
    તું મારી સવારની નિત્ય ચા બનાવી આપીશ એવી મને ક્યાં ખબર હતી..

    માગ્યું નથી એથી પણ વિશેષ આપ્યું છે તે મને,મારી પ્રિય જેમ આપે છે એક માં પોતાના બાળક ને વ્હાલ, વાત્સલ્ય, પ્રેમ અને વિશ્વાસ એથી જ મારી જાત છે તુજ પર ઓળધોળ..

    પૂજા ના મનની કલમ સુધી,
    પૂજા મકવાણા,

  10. Ketan Bagatharia's avatar

    *શીર્ષક:-શ્રધ્ધા વિના શ્રાધ્ધ નકામું*

    શ્રધ્ધા વિના શ્રાધ્ધ નકામું,
    મરણ વગર જીવતર નકામું,

    જીવતા કરો પાલન લાગણીથી,
    પંડેથી કર્યું સર્જન ના જાય નકામું,

    બાળ સહજ કરો પોષણ,
    જીવતા રહે તૃષ્ણા એ જીવતર નકામું,

    શ્રાધ્ધે ના રાખો વિશ્વાસ,
    મર્યા પછી આખું જગત નકામું,

    દિલથી ના પહોંચે દિલ સુધી,
    મર્યા પછી પીપળે પાણી નકામું,

    હાથથી ના પહોંચે મુખ સુધી,
    મર્યા પછી છાપરે નખાયું એ શ્રાધ્ધ નકામું,
    -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા”રાહી”

  11. Ketan Bagatharia's avatar

    “મથે છે”
    જગતની જાતમાં સૌ પોતપોતાની ઓળખ કાઢવા મથે છે,
    કોઈ તલવાર લઈ તો કોઈ જ્ઞાન ચેડાં સાથે મથે છે,

    માણસ અહીં માણસ નહીં મસિહા થવા મથે છે,
    માણસાઈ વગરની માનવજાત ખુદ ખુદા થવા મથે છે

    પરપોટા જેવી જિંદગી લઈ, આકાશે સદા ઉડવા મથે છે,
    ક્ષણભંગુર શ્વાસે બીજાને અમરત્વ દેવા મથે છે,

    ભૂલી ગયા જાત ક્ષણિક તોય તારણહાર થવા મથે છે,
    ના જ્ઞાન નિજ આગમન કે ગમનનુ કેવાં ગુરુ થવા મથે છે,

    અફાટ બ્રહ્માંડમાં પૃથ્વી તણખલું જગદીશ થવા મથે છે,
    “રાહી” હલેતું થઈ દુનિયા આ દાધારંગું લેવા મથે છે.
    -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”

  12. હિરેન પાઉં's avatar

    **************વડલા જેવી છાંયા રાખે એ પિતા…*************

    પોતાનાં સ્વપ્ના વેચી ને પણ બાળક નાં શોખ પૂરા કરે એ પિતા….

    ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય તોય રાજકુંવર ની જેમ રાખે એ પિતા…

    પોતે દુઃખ રૂપી ઝેર પીને પણ અમૃતરુપી સુખ ને વ્હાલ વરસાવતા રે એ પિતા…

    બાળક માટે પોતાનું તન ,મન અને ધન સઘળું કુરબાન કરી દે ને એ પિતા…

    પોતાનું વર્તમાન અંધારમય કરીને પણ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એ પિતા…

    કોઈ પણ પરસ્થિતિ સામે પર્વત જેમ ઊભા રહે ને હિમંત ન હારતાં શીખવે એ પિતા…

    કદી ભય નો ભાસ પણ ન પડવાદે અને સદાય વડલા જેવી છાંયા રાખે એ પિતા….

    પોતાનાં દરિયા જેવા વિશાળ દિલ માં બાળક ની દરેક ભૂલ માફ કરી ને સદાય સ્નેહ કરે એ પિતા…

    જીવન ની દરેક લડાય માં સિંહ ની જેમ લડતાં અને જીતતા શિખવે એ પિતા…

    આપણાં માટે પોતાનું અસતિત્વ પણ મીટાવી દે ને છતાં પણ ન ડગે એ પિતા..

    આપણું મુખ જોઈ ને સઘળું સમજીજાય અને કાય પણ ન કહેવું પડે એ પિતા…

    ચિંતા ન કર હું હજુ બેઠો છું એવા શબ્દ બોલે ને એ જ પિતા.

  13. Ketan Bagatharia's avatar

    લીલી ઓઢણી મલકે આ ધરતીની,
    પવન સરરર… સરરર… ગીત ગાય,
    ધીખતી ધરાને મેહુલો કાનમાં ગીત ગાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    ઊના ઊના જેઠના વાણા વાય,
    દખ્ખણમા મેઘાડંબર રચાય,
    જગનો તાત મનમાં બહુ હરખાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    દળ દળ વાદળ વર્ષા વેરાય,
    ગગન ગડ ગડ ગૂંજે ધ્વનિ રેલાય,
    આકાશે આજ મેઘ મલ્હાર ગવાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    ઝરમર ઝરમર ઝડી જમીને પથરાય,
    કોયલ, પપીહા, મોર કલરવ કરી જાય,
    “રાહી” ઝરણામાં ખળખળ નાદ ઉભરાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    લીલી ઓઢણી મલકે આ ધરતીની,
    પવન સરરર… સરરર… ગીત ગાય…

    *✍️નામ:-કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”*

  14. Ketan Bagatharia's avatar

    લીલી ઓઢણી મલકે આ ધરતીની,
    પવન સરરર… સરરર… ગીત ગાય,
    ધીખતી ધરાને મેહુલો કાનમાં ગીત ગાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    ઊના ઊના જેઠના વાણા વાય,
    દખ્ખણમા મેઘાડંબર રચાય,
    જગનો તાત મનમાં બહુ હરખાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    દળ દળ વાદળ વર્ષા વેરાય,
    ગગન ગડ ગડ ગૂંજે ધ્વનિ રેલાય,
    આકાશે આજ મેઘ મલ્હાર ગવાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    ઝરમર ઝરમર ઝડી જમીને પથરાય,
    કોયલ, પપીહા, મોર કલરવ કરી જાય,
    “રાહી” ઝરણામાં ખળખળ નાદ ઉભરાય,
    માનવ મનડું મલક મલક મલકાય,

    લીલી ઓઢણી મલકે આ ધરતીની,
    પવન સરરર… સરરર… ગીત ગાય…

    -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”

  15. G.S.Vala..'s avatar

    રહો પ્રકૃતિ સંગાથે…

    પ્રભાતે ગાતા મીઠાં ગીત, પંખીઓ સંગ રહેતી પ્રીત,
    બનાવી પ્રકૃતિ પ્રભુએ લીલી નાઘેર, રહેતાં સંગાથે વધે હેત.

    ધરતીમાં વસે સાગર, ગગનમાં સૂરજ ચાંદ નું નગર,
    મંદિર મસ્જિદમાં ભગવાન, કુદરત સંગ રહેતાં વધે માન.

    માનવ સંગ માનવનો સાથ, પશુ પંખી કરે ધરા મહીં વાસ,
    પંખીને નહીં સત્તા નહીં શ્રમ, સુખ શાંતિ માં મળે વિશ્રામ.

    રૂપ રંગે રંગાઈ મોસમ, ઝળહળે ફાગણ માં કેસુડા,
    જાણે ખીલતા ગુલાબ નું ચમન, કરી દર્શન ધરાય મન.

    ચોમાસે આવે વરસાદ, ધરતી થવા લીલોતરી પાડે સાદ,
    વર્ષા છલકાવે નદી સરોવર, માટીની ભીની સુગંધ માણે નર.

    ઉમંગી રસ રંગી છે દુનિયા, “ગૌરવ” વધારવા કરે રાસ રસૈયા,
    રહો ચાંદની સંગ ઘડવૈયા, જીવન સફર માં ન રહે લડવૈયા.

    જી.એસ.વાળા…. “ગૌરવ”…
    ************************************

  16. jayrajkathi07's avatar

    જીવ્યા છી ભૂતકાળમાં એના અબરખા નથી જતા
    હવે પહેલાની જેમ દિવસ બધા સરખા નથી જતા

    ઋતુ પ્રમાણે વાતાવરણ તો સૌને વ્હાલું લાગે છે
    કોણ ફરિયાદ કરે, હિમાલય પાસે તડકા નથી જતા

    કોઈ દરદ હોઈ તો દવા કરાવીએ, પણ આનું છું
    મરવાનું છે બધાને છતાં મોતના ફડકા નથી જતા.

    Jayuwala

  17. jayrajkathi07's avatar

    હવે તો તું બંધ કર રોજે પુંજવાના પાણા
    તારાને મારા નામના ખવાણા ગોર ધાણા

    છુપાઈ છુપાઈને મળ્યા એ ગયા વાણા
    નજીક આવ્યા છે લગનના મંગળ ટાણા

    પ્રતીક્ષા પુરી થઈ ને કાને પડ્યા ફટાણા
    માંડવે આવતા ઘૂઘટમા વાલમ દેખાણા

    Jayuwala✍️✍️✍️

    • jayrajkathi07's avatar

      કસુંબલ આંખમા મેં નિત નવલા રંગ પૂર્યા
      તમને હૃદયમા વસાવી પ્યારા પ્રીતમ ધાર્યા

      અમસ્થો નથી ઘાયલ હું, છે કોઈ શિકારી
      જેણે કાતિલ અદાથી, પ્રેમના બાણ માર્યા

      મુલાકાત પહેલી ને રોમ રોમ સળગતું હતું
      પ્રેમભરી નજર ફેરવી ને મારા લોચન ઠાર્યા

      Jayuwala✍️✍️

  18. ઘનશ્યામ કુબાવત's avatar

    ગીત
    શીર્ષક:-મારા અંબોડે મોગરોને જુઈ.

    સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ,
    મારા અંબોડે મોગરોને જૂઈ,
    સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ.

    કેટલાય વરસોથી સાચવીને રાખ્યો છે
    છાતીમાં ડીંડલિયો થોર,
    પંડ્યમાં ખૂચે છે કોઈ ઈચ્છા અજાણ,
    અને અંગ અંગ પ્રસરે છે તોર,
    હડિયું કાઢે છે સૈઈ ગમતીલો આદમી
    મળી એનામાં ખોવાઈ ગઈ.
    મારા અંબોડે મોગરોને જૂઈ.

    ઉંબરની માલીપા ધરબેલી ઈચ્છાઓ
    પહેલા વરસાદ ટાણે જાગે,
    મધમીઠો સથવારો સાહીબાનો
    હળવેથી કમખામાં લાગે.
    મેડી પર સૂતી ઝરુખડાને ઝાંકુ
    ને ઝાંકુ છું વાલમને સૈઈ.
    મારા અંબોડે મોગરોને જુઈ.

    ઘનશ્યામ
    નર્મદા
    તા:-06/10/22

  19. Ketan Bagatharia's avatar

    ખુલ્લું આકાશ*

    હું ને તું વચ્ચે વાત જગજાહેર છે,
    ના બન ક્ષિતિજ, આ આગંતુક કોણ છે?

    હોય વ્યવહાર તો અશેષ તૈયાર છે,
    બાકી અહીં ક્યાં અપરિચિતની ભરમાર છે?

    વટેમાર્ગુ સઘળાં અહીં રસ્તા જગજાહેર છે,
    પૂછવું નથી નાહક હૃદયમાં શું સ્થાન છે?

    વિરાટ આ વિશ્વ સાકાર નિરાકાર છે,
    “રાહી” બંધન નહીં હૃદય ખુલ્લું આકાશ છે.
    ✍ કેતનકુમાર કાંતિલાલ બગથરિયા”રાહી”

Leave a comment